Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Cyber Crime: Hello… How are you doing નાસિકના જિલ્લા કલેક્ટરના નામે આવો મેસેજ આવ્યો લોકોને... પછી થયું કંઇક આ

Cyber Crime: Hello… How are you doing નાસિકના જિલ્લા કલેક્ટરના નામે આવો મેસેજ આવ્યો લોકોને... પછી થયું કંઇક આ

Published : 15 September, 2026 01:03 PM | IST | Nashik
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Cyber Crime: નાસિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદના નામ અને ફોટોગ્રાફનો ખોટો ઉપયોગ કરીને એક બોગસ વોટ્સઅપ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ સાયબર ઠગો અજીબોગરીબ તરકીબો અપનાવીને સામાન્ય માણસોને છેતરતા થઈ ગયા છે. એ લોકો કલ્પના પણ ન આવે એવી જાળ બિછાવે છે કે જેમાં ભોળી પ્રજાની જિંદગીભરની કમાણી પળભરમાં લૂંટાઈ જાય (Cyber Crime) છે. તાજેતરમાં જ નાસિકમાં એક કલેકટરના નામનો દૂરઉપયોગ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંના કલેક્ટર આયુષ પ્રસાદના નામ અને ફોટોગ્રાફનો ખોટો ઉપયોગ કરીને એક બોગસ વોટ્સઅપ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને આ ફૅક વોટ્સઅપ એકાઉન્ટની જાળ પાથરીને સાયબર માફિયાઓએ ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવ્યા હતા.

જિલ્લા કલેક્ટરના નામે ભરમાવી ભોળી જનતાને સાયબર ઠગોએ



આ કેસ (Cyber Crime) અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બોગસ અકાઉન્ટ થાઈલેન્ડના +66 92 455 6074 આ નંબર પરથી ક્રિએટ કરવામાં આવ્યું હતું. આ વોટ્સઅપ અકાઉન્ટ બિઝનેસ અકાઉન્ટ છે એમ દર્શાવાઈ રહ્યું છે. જે સદંતર ફૅક છે. અને આ જ ફૅક અકાઉન્ટ પર નાસિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદનું નામ અને તેમનો ફોટો દેખાઈ રહ્યો છે. સાયબર ગુનેગારોએ આ જિલ્લા કલેકટરના નામ અને ફોટાનો યુઝ કરીને લોકોને મેસેજ કર્યા હતા.


રિપોર્ટ્સ અનુસાર આ ફૅક અકાઉન્ટ (Cyber Crime) પરથી અનેક લોકોને શરૂઆતમાં “Hello… How are you doing… Where are you at the moment?” જેવા મેસેજ સેન્ડ કરવામાં આવ્યા હતા. લોકોએ તો આ મેસેજ કલેકટરસાહેબ કરી રહ્યા છે એવો ભ્રમ સેવીને સંવાદ આગળ વધાર્યો હતો. જોકે આ એકાઉન્ટ તો સાયબર ફ્રોડ કરવાના હેતુથી બનાવવામાં આવ્યું છે એવું માલૂમ થયું છે. અત્યારે એ મામલે તપાસ ચાલી રહી છે કે આ બોગસ અકાઉન્ટ ક્રિએટ કરવામાં અને સાયબર ફ્રોડ કરવામાં કોનો હાથ છે.

જોકે, આ સાયબર ફ્રોડ (Cyber Crime) ધ્યાનમાં આવતાં જ જિલ્લા કલેક્ટર કાર્યાલય અને વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે થાઈલેન્ડના આ ફોરેન નંબર પરથી કોઈપણ મેસેજ, કોલ આવે તો તેને બિલકુલ જવાબ આપવો નહીં. પ્લસ આ નંબર પર પોતાની પર્સનલ ડિટેલ્સ, મહત્વના દસ્તાવેજો, OTP, બેંક અકાઉન્ટની વિગતો કે નાણાકીય વ્યવહારો સંબંધિત કોઈ પણ માહિતી શેર ન કરવી. નહિતર સાયબર ફ્રોડ થઈ શકે છે. સામાન્ય નાગરિકોને એવી પણ એલર્ટ અપાઈ છે કે કલેક્ટરના નામે બનેલું આ વોટ્સએપ અકાઉન્ટ ખોટું છે. તેથી આ નંબર પરથી જો કોઈપણ મેસેજ તમને આવે છે તો તેના પર વિશ્વાસ ન કરવો. અને જો કોઈ શંકાસ્પદ મેસેજ કે કોલ આવે તો તાત્કાલિક સંબંધિત પોલીસ વિભાગ કે સાયબર સેલને જાણ કરી દેવી. હાલમાં આ મામલો સામે આવતાં જ સાયબર સેલ એક્ટિવ થયું છે અને આ બોગસ વોટ્સઅપ અકાઉન્ટ અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.


 

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2026 01:03 PM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK