માસ્ક ન પહેરવા માટે મુંબઈગરાઓ અજબ-ગજબ બહાનાં કાઢે છે
પ્રતીકાત્મક તસવીર
‘અરે હું માસ્ક લેવા જ કૅમિસ્ટની દુકાને જઈ રહ્યો હતો.’ માસ્ક ન પહેરવા માટે આજકાલ મુંબઈગરાઓનું આ સૌથી ફેવરિટ અને કૉમન બહાનું છે. લાઉડ સ્પીકર પર અનેકવાર જાણકારી આપવા છતાં લોકોએ આંખ આડા કાન કર્યા હતા જેના લીધે છેલ્લા કેટલાક સમયથી માસ્ક ન પહેરનારાઓ પર સુધરાઈ સખત પગલાં લઈ રહી છે.
માસ્ક ન પહેરવા બદલ નવા નવા બહાનાઓની વાત કરતાં જી સાઉથ વૉર્ડના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના શ્રીધર સુતારે કહ્યું કે ‘કેટલાક કહે છે કે તે માસ્ક કારમાં ભૂલી ગયા, તો વળી બીજા કેટલાક લોકો કહે છે કે ઘરે ભૂલી ગયા. વરલી સીફેસ પર જોગિંગ કરવા આવતા મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળે છે, પણ જ્યારે તેમને દંડ કરવામાં આવે છે તો શ્વાસ ચડવા લાગે છે. અને જ્યારે અમે તેમને કહીએ છીએ કે બાજુની કૅમિસ્ટમાંથી એક માસ્ક ખરીદી આવો ત્યારે ખિસ્સામાંથી જ માસ્ક બહાર કાઢે છે. સામા પક્ષે કાર્ટર રોડ અને બેન્ડ સ્ટેન્ડ તથા બાંદરા અને ખાર સ્ટેશન પર નાગરિકોના માસ્ક ગાલ પર અથવા તો ખિસ્સામાં જોવા મળે છે. ૨૦થી ૪૦ વર્ષના નાગરિકો માસ્ક વિનાના હોય છે. આ એરિયામાં સૌથી પૉપ્યુલર બહાનું છે ‘પાણી પીવા માટે માસ્ક ઉતાર્યું હતું.’ ‘હમણાં જ જમીને ઊભા થયા એટલે માસ્ક નથી પહેર્યું.’
ADVERTISEMENT
મોટી ઉંમરની વ્યક્તિઓનું નિધન કોરોનાને લીધે મોટી માત્રામાં થઈ રહ્યું છે. ઘણીવાર લોકો સમજતા ન હોવાથી પોલીસ બોલાવવાની પડે છે. બીએમસી માસ્ક ન પહેરનારાઓને ૨૦૦થી ૧૨૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારે છે.

