Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈચા રાજાના પંડાલની બહાર આગમાં બળીને બુલેટ ખાક

મુંબઈચા રાજાના પંડાલની બહાર આગમાં બળીને બુલેટ ખાક

Published : 14 September, 2026 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણેશ પંડાલ પણ સુરક્ષિત રહ્યો હતો. ફક્ત એક મિનિટ ૩૦ સેકન્ડમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ગણેશગલીમાં આવેલા મુંબઈચા રાજાના ગણેશ પંડાલની બહાર પાર્ક કરવામાં આવેલી એક બુલેટ એટલે કે રૉયલ એન્ફીલ્ડ બાઇકમાં રવિવારે સાંજે સાડાચાર વાગ્યે અચાનક આગ લાગતાં આખા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગણેશ પંડાલમાં મૂકવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરથી અને પાણીનો છંટકાવ કરીને આખરે આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા અને લોકોમાં થોડા વખત ભયનો માહોલ પેદા થયો હતો. જોકે આગ વધુ ન પ્રસરતાં કે બાઇકમાં વિસ્ફોટ ન થતાં આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી અને ગણેશ પંડાલ પણ સુરક્ષિત રહ્યો હતો. ફક્ત એક મિનિટ ૩૦ સેકન્ડમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK