૨૬ જાન્યુઆરીએ થયેલા અકસ્માત બાદ MHB પોલીસે અજાણ્યા ડ્રાઇવર સામે ફરિયાદ દાખલ કરી છે
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં એક રિક્ષા-ડ્રાઇવરે અચાનક યુ-ટર્ન લેતાં રસ્તા પર જઈ રહેલા ૧૧ વર્ષના છોકરાના પગ પર રિક્ષા ચડી ગઈ હતી. રિક્ષા-ડ્રાઇવરના બેદરકારીભર્યા વર્તનને કારણે છોકરાના પગની ઘૂંટીમાં ફ્રૅક્ચર થયું હતું અને તેની સર્જરી કરાવવી પડી હતી. ૨૬ જાન્યુઆરીએ થયેલા અકસ્માત બાદ MHB પોલીસે અજાણ્યા ડ્રાઇવર સામે ફરિયાદ દાખલ કરી છે. ડી. એન. મ્હાત્રે રોડ પર એક હાઉસિંગ સોસાયટીમાં રહેતો આ છોકરો ચૉકલેટ લેવા માટે સોસાયટીની બહાર નીકળીને રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે એકદમ જ રિક્ષાએ બેફામ રીતે ટર્ન લઈને તેને અડફેટે લીધો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.


