‘ધ કેરલા સ્ટોરી’ ૨૦૨૩ની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. એની સીક્વલ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’નું મોશન પોસ્ટર એ વાતની ઝલક આપે છે કે ફિલ્મ પહેલા ભાગ કરતાં ક્યાંય વધુ ગંભીર, ડરામણી અને બેચેન બનાવે એવી છે.
ધ કેરલા સ્ટોરી 2
વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’નું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મના ટીઝરની રિલીઝ-ડેટની પણ જાહેરાત કરી દીધી છે અને આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ‘ધ કેરલા સ્ટોરી’ ૨૦૨૩ની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. એની સીક્વલ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’નું મોશન પોસ્ટર એ વાતની ઝલક આપે છે કે ફિલ્મ પહેલા ભાગ કરતાં ક્યાંય વધુ ગંભીર, ડરામણી અને બેચેન બનાવે એવી છે. મોશન પોસ્ટરમાં મહિલાઓનાં આંસુ, ડર અને ગુસ્સાથી ભરેલા ચહેરા દેખાય છે જે ફિલ્મમાં સામે આવનારી ભયાનક વાસ્તવિકતાની ઝલક આપે છે.


