Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિમાન તૂટી પડ્યું એ પહેલાં છેલ્લે શું વાતચીત થઈ હતી એની વિગતો આપી ઍર ટ્રાફિક કન્ટ્રોલે

વિમાન તૂટી પડ્યું એ પહેલાં છેલ્લે શું વાતચીત થઈ હતી એની વિગતો આપી ઍર ટ્રાફિક કન્ટ્રોલે

Published : 29 January, 2026 09:27 AM | IST | Baramati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બારામતી સાથે ઍરક્રાફ્ટ VI-SSKએ સૌથી પહેલાં ૨૮ જાન્યુઆરીએ સવારના ૮.૧૮ વાગ્યે સંપર્ક કર્યો હતો

પ્લેન ક્રૅશ થયું એ ક્ષણ CCTV કૅમેરામાં કેદ થઈ હતી

પ્લેન ક્રૅશ થયું એ ક્ષણ CCTV કૅમેરામાં કેદ થઈ હતી


બારામતી અનકન્ટ્રોલ ઍરફીલ્ડ છે અને ટ્રાફિક ઇન્ફર્મેશનની માહિતી પાઇલટ દ્વારા બારામતીના ફ્લાઇંગ ટ્રેઇનિંગ ઑર્ગેનાઇઝેશનને પૂરી પાડવામાં આવી છે. ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્કમાં રહેતા તેમના ઑફિસરે એ વખતે શું બન્યું હતું એની સીક્વન્સ આપતાં નીચેની માહિતી આપી હતી.

  • બારામતી સાથે ઍરક્રાફ્ટ VI-SSKએ સૌથી પહેલાં ૨૮ જાન્યુઆરીએ સવારના ૮.૧૮ વાગ્યે સંપર્ક કર્યો હતો.
  • એ પછી તેમનો કૉલ તેઓ જ્યારે બારામતીથી ૩૦ નૉટિકલ માઇલ દૂર હતા ત્યારે આવ્યો હતો. એ વખતે ત્યારની વેધર કન્ડિશન જોઈને પાઇલટને પ્લેન લૅન્ડ કરવાની સૂચના અપાઈ હતી.
  • એ વખતે ક્રૂ-મેમ્બરે પવનની ઝડપ અને વિઝિબિલિટીને લગતી વિગતો જણાવતાં કહ્યું હતું કે પવન શાંત છે અને વિઝિબિલિટી ૩૦૦૦ મીટર જેટલી છે.
  • એ પછી તેમણે બારામતીના રનવે-નંબર ૧૧ પર પ્લેન ઉતારવાની તૈયારી કરી હતી, પણ તેમને રનવે દેખાઈ નહોતો રહ્યો એટલે તેમણે એ પહેલા પ્રયાસમાં પ્લેન ન ઉતારતાં એક ચક્કર મારવાનો નિર્ણય લીધો અને ચક્કર માર્યું હતું.
  • ચક્કર માર્યા પછી ફરી તેમને રનવે ૧૧ પર ઉતારતાં પહેલાં તેમની પોઝિશન પૂછવામાં આવી.
  • એ વખતે તેમને પૂછવામાં આવ્યું કે શું રનવે દેખાઈ રહ્યો છે? ત્યારે તેમણે કહ્યું કે રનવે દેખાતો નથી, એ દેખાશે એટલે તેઓ તરત જ એ વિશે જાણ કરશે.
  • ૮.૪૩ વાગ્યે તેમને રનવે ૧૧ પર ઊતરવાનું ક્લિયરન્સ આપવામાં આવ્યું. જોકે એ વખતે તેમણે એનો જવાબ આપ્યો નહોતો.
  • એ પછી ATCએ ૮.૪૪ વાગ્યે રનવે ૧૧ પર જ્વાળાઓ અને ધુમાડો જોયાં. તરત જ ઇમર્જન્સી સેવાઓને ત્યાં મોકલવામાં આવી.
  • ઘટનાસ્થળે ઍરક્રાફ્ટ તૂટી પડ્યું હતું અને એનો કાટમાળ જોવા મળ્યો હતો.
  • ઘટનાની જાણ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનને કરવામાં આવી. તેમના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા નીકળી ગઈ હતી.


શું હતો ઘટનાક્રમ?


  • પુણે-બારામતી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું, વિઝિબિલિટી ખૂબ ઓછી હતી.
  • બારામતી ઍરપોર્ટ નાનું છે અને એમાં ILS (ઇન્સ્ટ્રુમેન્ટ લૅન્ડિંગ સિસ્ટમ) સુવિધા નથી.
  • આ કારણે પાઇલટે મૅન્યુઅલ લૅન્ડિંગ કરવું પડ્યું.
  • વિમાન સીધું રનવેમાં પ્રવેશ્યું નહીં, પરંતુ મોટો વળાંક લીધો.
  • આનો અર્થ એ થયો કે પ્રથમ ઉતરાણનો પ્રયાસ રદ કરવામાં આવ્યો.
  • ધુમ્મસમાં રનવે પર ગોઠવણી કરવી મુશ્કેલ બની ગઈ.
  • બીજા ઉતરાણનો પ્રયાસ કરવામાં આવ્યો.
  • આ સમયે પાઇલટે MAYDAY કૉલ જાહેર કર્યો.
  • લગભગ ૧૦૦ ફુટની ઊંચાઈએ વિમાને સંતુલન ગુમાવ્યું.
  • રનવે પર પહોંચતાં પહેલાં વિમાન જમીન પર અથડાયું.
  • ઉતરાણ દરમ્યાન રનવેની બાજુમાં વિમાન ક્રૅશ થયું.
  • વિમાન જમીન પર અથડાયું ત્યારે એક મોટો વિસ્ફોટ થયો. ત્યાર બાદ ઘણા નાના વિસ્ફોટ થયા.
  • ત્યાર બાદ વિમાનમાં ભારે આગ ફાટી નીકળી.
  • આગને કારણે તાત્કાલિક બચાવ-કામગીરી શક્ય નહોતી.
  • અકસ્માતની તપાસ ચાલુ છે. DGCAના રિપોર્ટ પછી અંતિમ કારણ નક્કી કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2026 09:27 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK