બૉમ્બ અફઝલ ગૅન્ગે મૂક્યો હોવાનું પણ એમાં કહેવાયું હતું એથી સ્કૂલ મૅનેજમેન્ટે તરત સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલારૂપે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયાં હતાં
રાયન ગ્લોબલ સ્કૂલને ગઈ કાલે ધમકીભરી ઈ-મેઇલ મળી
જોગેશ્વરીના ઓશિવરામાં આવેલી રાયન ગ્લોબલ સ્કૂલને ગઈ કાલે ધમકીભરી ઈ-મેઇલ મળી હતી જેમાં સ્કૂલમાં બૉમ્બ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું એટલું જ નહીં, એ બૉમ્બ અફઝલ ગૅન્ગે મૂક્યો હોવાનું પણ એમાં કહેવાયું હતું એથી સ્કૂલ મૅનેજમેન્ટે તરત સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલારૂપે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયાં હતાં. સ્થાનિક પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીઓ તેમની ટીમ સાથે સ્કૂલ પહોંચી ગયા હતા અને સ્કૂલમાં તપાસ કરી હતી, પણ કશું શંકાસ્પદ મળ્યું નહોતું.
આ જ પ્રકારની ઈ-મેઇલ નવી મુંબઈની એક સ્કૂલને પણ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે મળી હતી. નવી મુંબઈ પોલીસને સ્કૂલની ચકાસણી કર્યા બાદ કશું શંકાસ્પદ નહોતું મળ્યું. જોકે પોલીસે સ્કૂલનું નામ જાહેર નહોતું કર્યું.