બૉમ્બ અફઝલ ગૅન્ગે મૂક્યો હોવાનું પણ એમાં કહેવાયું હતું એથી સ્કૂલ મૅનેજમેન્ટે તરત સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલારૂપે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયાં હતાં
મુંબઈમાં જોગેશ્વરી-ઓશિવારા ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી ગઈ, જે ઝડપથી ફેલાઈ ગઈ. ઘટનાને કારણે આકાશમાં ધુમાડા ઉઠતા જોવા મળ્યા. અત્યાર સુધી 12 ફાયર બ્રિગેડની ગાડીઓ અને છ ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ 150થી વધારે દુકાનોમાં ફેલાઈ ગઈ છે અને સાતથી 8 સિલિન્ડર ફાટવાની માહિતી છે.
મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં જોગેશ્વરી વેસ્ટ પાસે આવેલા ઓશિવારા ગ્રાસ કમ્પાઉન્ડમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગ કાબુમાં આવી હોવા છતાં 20થી 25 જેટલી ફર્નિચરની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જોકે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK