BMCએ અત્યારના ૨૦૦ રૂપિયા દંડને વધારીને ૫૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈને સ્વચ્છ રાખવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ (SWM) ડિપાર્ટમેન્ટ કંઈ ને કંઈ કરતો રહેતો હોય છે. જોકે હવે એણે રસ્તા પર થૂંકતા લોકો પાસેથી અત્યારના ૨૦૦ રૂપિયાને બદલે ૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
પાન અને માવો ખાઈને રસ્તા પર થૂંકતા લોકો શહેરને ગંદું કરતા હોય છે. એથી તેમણે આ બાબતે હવે વધુ સાવચેત રહેવું પડશે. નહીં તો ૨૦ રૂપિયાનું પાન કે માવો ખાઈને જો રસ્તા પર થૂંક્યા તો સામે ૫૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.