BMC કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ આ બાબતે વૉર્ડ લેવલ પર ગાર્ડન ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
તળ મુંબઈની જે. જે. હૉસ્પિટલથી ક્રૉફર્ડ માર્કેટ સુધી સખત ટ્રૅફિક રહેતો હોવાથી ત્યાં ખાસ કરીને નૉઇસ પૉલ્યુશન બહુ જ વધી જતું હોવાથી એને ઓછું કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ફ્લાયઓવરની નીચે આવેલા રોડ ડિવાઇડરમાં ગીચ ઝાડપાનની ગ્રીન વૉલ ઊભી કરી એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવાની છે. BMC કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ આ બાબતે વૉર્ડ લેવલ પર ગાર્ડન ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યા છે.
BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના વૉર્ડ ઑફિસર સુદર્શન આવારેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પૅચમાં બહુ ટ્રૅફિક રહે છે. ભૂષણ ગગરાણીસાહેબનું કહેવું છે કે જે. જે. ફ્લાયઓવરની નીચે રોડ ડિવાઇડરમાં એવાં ઝાડ રોપો જેથી પૉલ્યુશન અને નૉઇસ પૉલ્યુશન ઓછું થાય. એ રોડ ડિવાઇડર ત્રણ ફુટ પહોળું છે. અમે આ જગ્યાએ બ્યુટિફિકેશન હેઠળ વધુ પાનવાળાં અને રંગબેરંગી ઝાડપાન લગાડવાનું વિચારી રહ્યા છીએ. વિવિધ રંગોને કારણે લોકોને એ જોવાનું પણ ગમશે અને વધુ પાન ધરાવતાં ઝાડ હોવાને કારણે આગળ અવાજ પણ ઓછો જશે. પૂરેપૂરો અવાજ તો રોકી નહીં શકાય, પણ એને ઓછો કરવાનો અમે પ્રયાસ કરીશું.’

