2006 Mumbai Train Blasts Case: મુંબઈમાં ૨૦૦૬માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા; મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણયને પડકાર્યો હતો; સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુક્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૦૬માં મુંબઈમાં થયેલા ટ્રેન બ્લાસ્ટ કેસ (2006 Mumbai Train Blast Case)માં નવો વળાંક આવ્યો છે, જેમાં ૧૮૯ લોકોના મોત થયા હતા અને ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈ (Mumbai)ને હચમચાવી નાખનાર આ દુર્ઘટનાના ૧૯ વર્ષ પછી બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો નિર્ણય આપ્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પર સ્ટે આપ્યો છે.
સોમવારે, બોમ્બે હાઈકોર્ટે વર્ષ ૨૦૦૬માં મુંબઈ (Mumbai)માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. બોમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ, સોમવારે સાંજે ૧૨ આરોપીઓમાંથી બેને નાગપુર સેન્ટ્રલ જેલ (Nagpur Central Jail)માંથી મુક્ત કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ સાથે, એક મહિનાની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
૨૦૦૬માં મુંબઈમાં થયેલા ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી હતી. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના નિર્ણયને પૂર્વવર્તી ગણવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ ઉપરાંત, તમામ ૧૨ આરોપીઓને નોટીસ જારી કરવામાં આવી છે અને ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારની અપીલ પર, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘મેં ફાઇલ વાંચી છે. કેટલાક આરોપીઓ પાકિસ્તાની નાગરિક પણ છે.’ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયથી MCOCA હેઠળ ચાલી રહેલા અન્ય કેસોને અસર થશે.
મહારાષ્ટ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય નિર્દોષ જાહેર કરાયેલા લોકોને પાછા જેલમાં મોકલવા માંગતું નથી, પરંતુ ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક કાનૂની તારણો MCOCA કેસોને અસર કરી શકે છે. એસજીએ કહ્યું કે, કેટલાક આરોપીઓ પાકિસ્તાની નાગરિક છે.
જસ્ટિસ એમએમ સુંદરેશે એસજીની રજૂઆત નોંધી હતી. તેમણે કહ્યું કે તે કેસની ગંભીરતા અને તેના સરહદ પારના પરિમાણોને પ્રતિબિંબિત કરે છે. તેનો અર્થ એ છે કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સ્પષ્ટપણે જણાવે છે કે જે લોકો જેલમાંથી બહાર આવ્યા છે તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવશે નહીં.
સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, હાઈકોર્ટના નિર્ણયને અન્ય કેસોમાં મિસાલ તરીકે ગણવામાં આવશે નહીં.


