તેહરાન અને અન્ય ઈરાની શહેરોમાં તીવ્ર હવાઈ હુમલાઓ થયા હતા ત્યારે અમેરિકાના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે ચેતવણી આપી હતી કે બૉમ્બમારો નાટકીય રીતે વધવાનો છે
ઈરાનના પાટનગર તેહરાનમાં ગઈ કાલે થયેલી ઍર-સ્ટ્રાઇકને પગલે દેખાતો વિનાશ
ઇઝરાયલી ઍર ફોર્સે ગઈ કાલે યુદ્ધના સાતમા દિવસે તેહરાન પર મોટો હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલની લશ્કરી ગુપ્તચર સંસ્થા અને મોસાદની ચોક્કસ ગુપ્ત માહિતીના માર્ગદર્શન હેઠળ સંકલિત કામગીરીમાં આશરે ૫૦ ફાઇટર જેટ્સ તહેનાત કરવામાં આવ્યાં હતાં. તેહરાન અને અન્ય ઈરાની શહેરોમાં તીવ્ર હવાઈ હુમલાઓ થયા હતા ત્યારે અમેરિકાના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે ચેતવણી આપી હતી કે બૉમ્બમારો નાટકીય રીતે વધવાનો છે.
ઇઝરાયલની સેનાએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે યુદ્ધના નવા તબક્કામાં શાસન માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવીને તેહરાન પર હુમલાઓનો એક નવો દોર શરૂ કર્યો છે, જ્યારે અમેરિકાએ કહ્યું હતું કે એનાં B-2 બૉમ્બરોએ દેશની અંદર ઊંડાણમાં દટાયેલાં બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચરો પર ડઝનબંધ પેનિટ્રેટર બૉમ્બ ફેંક્યા છે.
ADVERTISEMENT
ઈરાનની રાજધાનીમાં મોટા વિસ્ફોટો થયા હતા, જેમાં દેશની લશ્કરી ઍકૅડેમી અને રાજકીય એસ્ટૅબ્લિશમેન્ટ સાથે જોડાયેલાં લક્ષ્યો તેમ જ રહેણાક વિસ્તારો અને તેહરાન યુનિવર્સિટીની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. તેહરાનમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગોને નુકસાન થયું હતું.
બધી બારીઓના કાચ તૂટી ગયા

લેબૅનનની દક્ષિણે આવેલા શહેર સિડોનમાં એક બિલ્ડિંગના હાલ ગઈ કાલે કરવામાં આવેલા ઇઝરાયલી બૉમ્બમારામાં કેવા થયા એ જુઓ!
