બાવીસ સપ્ટેમ્બરે શરૂ થયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેવા આવનારા અલિમોવ રશિયન પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
અૅલેક્ઝાન્ડર અલિમોવ
ન્યુ યૉર્કમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ જનરલ અૅસેમ્બલી (UNGA)ની બેઠક પહેલાં અમેરિકાએ રશિયાના નાયબ વિદેશપ્રધાન અૅલેક્ઝાન્ડર અલિમોવને વીઝા આપવાનો ઇનકાર કર્યો હતો. રશિયાના વિદેશમંત્રાલયે અમેરિકાના આ પગલાને દુશ્મનાવટભર્યું કૃત્ય ગણાવ્યું હતું. બાવીસ સપ્ટેમ્બરે શરૂ થયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેવા આવનારા અલિમોવ રશિયન પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
રશિયન અધિકારીઓએ વૉશિંગ્ટનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયના યજમાન દેશ તરીકે અમેરિકાની આ હરકત એની જવાબદારીઓની વિરુદ્ધ છે, UN સંબંધિત કામગીરી માટે જતા અધિકારીઓ સાથે ભેદભાવ ન થવો જોઈએ. અગાઉ મે ૨૦૨૬માં યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)ની બેઠક વખતે પણ અલિમોવના વીઝા અમેરિકાએ રિજેક્ટ કરી દીધા હતા.
