7 ઑક્ટોબર, 2023ના રોજ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓ દ્વારા અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. બીજા દિવસે 8 ઑક્ટોબરે અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન પૂર્વે કંબોડિયા, એરિટ્રિયા, ગ્રેનાડા, ગુયાના, કઝાકિસ્તાન, લાઇબેરિયા, માલાવી, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, તિમોર લેસ્ટે, મંગોલિયા, દક્ષિણ આફ્રિકા, માલદીવ્સ, પોલેન્ડ, કોસ્ટા રિકા, બ્રાઝિલ, લેબેનોન, ભૂટાન અને યુએન ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝમના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લઈ શાંતિ, એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક મૂલ્યોના જતનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
08 October, 2023 09:38 IST | New Jersey | Gujarati Mid-day Online Correspondent