ટિક ટૉક માટેની રેસમાંથી માઇક્રોસૉફ્ટ બહાર, ઑરેકલની પાર્ટનર તરીકે પસંદગી
ટિક ટૉક
અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ૨૦ સપ્ટેમ્બર પહેલાં ટિક ટૉક કોઈ અમેરિકન કંપનીને વેચવામાં નહીં આવે તો એને પ્રતિબંધિત કરવાની આપેલી ડેડલાઇન પહેલાં વિડિયો શૅરિંગ પ્લૅટફૉર્મ ટિક-ટૉકે ઑરેકલ કંપનીને પોતાની ભાગીદાર તરીકે પસંદ કરતાં સત્ય નાદેલાની કંપની માઇક્રોસૉફ્ટે અમેરિકામાં ટિક ટૉકને હસ્તગત કરવા માટે એક બોલી ગુમાવી દીધી હતી.
માઇક્રોસૉફ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટિક ટૉક બાઇટ ડાન્સના ચીની માલિકે જણાવ્યું હતું કે તે ટિક ટૉકના અમેરિકી ઑપરેશન્સ માઇક્રોસૉફ્ટને નહીં વેચે.
ADVERTISEMENT
ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટિક ટૉક ઑરેકલને તેની ટેક્નૉલૉજીના પાર્ટનર તરીકે પસંદ કરશે કે નહીં એ સ્પષ્ટ નથી. મતલબ કે આ બહુરાષ્ટ્રીય ટેક્નૉલૉજી કંપની સોશ્યલ મીડિયા ઍપમાં નિર્ણાયક હિસ્સો મેળવશે.

