ફક્ત 7 વર્ષની ઉંમરમાં ટીવીમાં ડેબ્યૂ કરનારી જન્નત ઝુબેરે 10 વર્ષમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છે, જે દરેકના નસીબમાં નથી હોતી. 19 વર્ષની આ જન્નતને કોઈ ઓળખાણની જરૂર નથી. છેલ્લા 10 વર્ષોમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ટીવી સીરિયલ્સ કરી છે. ટીવીની દુનિયા સિવાય જન્નતે સોશિયલ મીડિયામાં પણ પોતાની એક અલગ ફૅન ફૉલોઈંગ બનાવી લીધી છે. ટિક-ટૉકની તો જન્નત ક્વીન છે. ફક્ત ટિક-ટૉક પર જ જન્નતને 1 કરોડ 30 લાખથી વધારે લોકો ફૉલો કરતા હતા. તેમ જ ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો એક કરોડથી વધારે એના ફૅન્સ છે. આવો કરીએ જન્નત ઝુબેરની કરિયર પર એક નજર.
તસવીર સૌજન્ય- જન્નત ઝુબેર ઈન્સ્ટાગ્રામ
29 August, 2020 08:15 IST