Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મોજતબા ખામેનેઈ બેભાન: નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયામાં સામેલ નથી, હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે

મોજતબા ખામેનેઈ બેભાન: નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયામાં સામેલ નથી, હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે

Published : 08 April, 2026 11:23 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મેમોમાં સુપ્રીમ લીડર બન્યા પછી પહેલી વાર તેમનું સ્થાન પણ જાહેર કરવામાં આવ્યું હતું

ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ

ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ


ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન છે અને હાલમાં ઈરાની શહેર કોમની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

અમેરિકા-ઇઝરાયલી ગુપ્તચર સૂત્રો દ્વારા તેમના ગલ્ફ સાથીઓ સાથે શૅર કરાયેલા ડિપ્લોમૅટિક મેમોમાંથી ઇનપુટ્સનો ઉલ્લેખ કરીને આ અહેવાલમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે ૨૮ ફેબ્રુઆરીએ તેમના પિતા અને ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા કરવામાં આવી એ હવાઈ હુમલામાં મોજતબાને ગંભીર ઈજાઓ થઈ હતી. પરિણામે તેઓ દેશ ચલાવવામાં અસમર્થ છે અને કોમમાં સારવાર લઈ રહ્યા છે. મોજતબા ખામેનેઈને કોમમાં ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓ શાસન દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં સામેલ થવામાં અસમર્થ છે.



આ મેમોમાં સુપ્રીમ લીડર બન્યા પછી પહેલી વાર તેમનું સ્થાન પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ હાલમાં તેહરાનથી ૮૭ માઇલ સાઉથના શહેરમાં રહે છે અને શિયા ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર એને પવિત્ર માનવામાં આવે છે. અમેરિકા અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓને સુપ્રીમ લીડર ક્યાં છે એની જાણ હતી, પણ તેમણે આ વાત જાહેર કરી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:23 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK