એકતા કપૂરે પપ્પા જિતેન્દ્રને આપી જન્મદિવસની પ્રેમભરી શુભેચ્છા, એકતા કપૂરે પોતાના પિતા અને ઍક્ટર જિતેન્દ્રની ગઈ કાલે ઊજવાયેલી ૮૪મી વર્ષગાંઠે ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
મારા માટે તેઓ માત્ર પિતા જ નહીં, પરંતુ એક પ્રેરણા છે
એકતા કપૂરે પોતાના પિતા અને ઍક્ટર જિતેન્દ્રની ગઈ કાલે ઊજવાયેલી ૮૪મી વર્ષગાંઠે ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. તેણે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરીને કહ્યું છે કે તેના પિતા એક સુપર અચીવર છે.
એકતાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મારા પ્રિય પપ્પાને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ધરતી પર ભગવાન હોય તો તે આપણાં માતા-પિતા જ છે. મારા પિતા એક સાચા અર્થમાં સુપર અચીવર છે. મને લાગતું નથી કે હું તેમની સિદ્ધિઓની નજીક પણ પહોંચી શકું. મુંબઈની ચાલમાં જીવન શરૂ કરીને પોતાનો બંગલો બનાવવો એ ખરેખર પ્રેરણાદાયક સફર છે. તેમણે પોતાના જીવનના દરેક પડાવને સન્માન આપ્યું છે અને પ્રેમથી સ્વીકાર્યો છે. મારા માટે તેઓ માત્ર પિતા જ નહીં, પરંતુ એક પ્રેરણા છે. એ માણસને જન્મદિવસની શુભેચ્છાઓ જે એક લૅજન્ડ છે, એક અચીવર છે અને સૌથી વિનમ્ર માનવી છે.
