ચીનમાં બુધવારે ૨૬૪૧ સ્થાનિક કન્ફર્મ્ડ્ કેસિસ નોંધાયા હતા
પ્રતીકાત્મક તસવીર
બીજિંગઃ ચીનમાં કોરોનાને રોકવા માટેનાં આકરાં નિયંત્રણોની વિરુદ્ધ લોકોમાં રોષને ધ્યાનમાં રાખીને ચીનના પ્રેસિડન્ટની ઑફિસમાંથી લોકો અને અર્થતંત્ર પર ઓછું ભારણ રહે એ રીતે નિયંત્રણો લાદવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે એવા સમયે જ ચીનમાં અનેક જગ્યાએ કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થવાને કારણે સ્થાનિક સરકારોને આકરાં પગલાં લેવાની ફરજ પડી છે. ચીનમાં બુધવારે ૨૬૪૧ સ્થાનિક કન્ફર્મ્ડ્ કેસિસ નોંધાયા હતા. ગુઆન્ગડૉન્ગ, ચૉન્ગકિંગ મ્યુનિસિપાલિટી અને બીજિંગમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે.
નોંધપાત્ર વાત એ છે કે આ મહિનાની શરૂઆતમાં ચીનની કૅબિનેટ સ્ટેટ કાઉન્સિલે નિયંત્રણો હળવાં કરવા માટે ૨૦ મુદ્દાના પ્લાનની જાહેરાત કરી હતી, જેમાં ક્વૉરન્ટીન સમયગાળો ઘટાડવા તેમ જ સામૂહિક ટેસ્ટિંગ ન કરવા જેવા નિયમો સામેલ છે.
ADVERTISEMENT
જોકે આજથી બીજિંગમાં ઍરપોર્ટ્સ, ઑફિસ બિલ્ડિંગ્ઝ, સુપરમાર્કેટ્સ, હોટેલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવેશવાના ૪૮ કલાક પહેલાં કોરોનાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો
ફરજિયાત છે.


