ભારત અને કૅનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી હોવાથી એની અસર દિવાળી પર પણ જોવા મળી છે. કૅનેડાની સરકારે દર વર્ષે યોજાતો દિવાળી ફેસ્ટિવલ રદ કરી નાખ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ભારત અને કૅનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી હોવાથી એની અસર દિવાળી પર પણ જોવા મળી છે. કૅનેડાની સરકારે દર વર્ષે યોજાતો દિવાળી ફેસ્ટિવલ રદ કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ કૅનેડામાં રહેતા હિન્દુ, સિખ, જૈન અને બૌદ્ધ સમુદાયના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. કૅનેડા હિન્દુ ફોરમે આ પગલાની નિંદા કરતાં કહ્યું હતું કે ‘આ નિર્ણય કૅનેડામાં રહેતા વિવિધ સાંસ્કૃતિક સમુદાયોના લોકો પ્રતિ અસંવેદનશીલતા બતાવનારો છે. દિવાળી પ્રકાશ અને એકતાનો તહેવાર છે અને એનું આયોજન ન કરવાનો મતલબ દેશના એક મોટા હિસ્સાની ઉપેક્ષા કરવા
જેવું છે. પૉલિટિકલ તુષ્ટીકરણનું આ પરિણામ છે.’
કૅનેડામાં ભારતીય મૂળના ૨૫ લાખ લોકો રહેતા હોવાથી તેમને અવગણવાનો મતલબ કૅનેડાની સંસ્કૃતિ અને વિકાસમાં ભારતીય મૂળના લોકોની ભૂમિકાને નજરઅંદાજ કરવાનો થાય છે.