બંગલાદેશમાં હિન્દુઓના સમર્થનમાં રૅલી કાઢનારા ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ઢાકા પોલીસે ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી
સાધુ ચિન્મય કૃષ્ણદાસ
બંગલાદેશમાં હિન્દુઓના સમર્થનમાં રૅલી કાઢનારા ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ઢાકા પોલીસે ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે દેશદ્રોહનો કેસ કર્યો છે.
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે એક સાધુની ધરપકડથી ડૉ. મોહમ્મદ યુનુસ સરકારના વલણ અને પોલીસની કાર્યવાહી પર સવાલ ઊઠી રહ્યા છે.
ADVERTISEMENT
આ મુદ્દે ઇસ્કૉન-કલકત્તાના વાઇસ પ્રેસિડન્ટ રાધારમણ દાસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દાવો કર્યો હતો કે સાધુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ થઈ છે. તેમને પોલીસ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે. તેમને ઢાકા પોલીસની જાસૂસી પોલીસે પકડ્યા છે. તેમણે ભારત સરકાર, વિદેશપ્રધાન એસ. જયશંકરને આ મામલે ઘટતું કરવા વિનંતી કરી છે.
ઢાકા ઍરપોર્ટનાં સૂત્રોએ એ વાતને પુષ્ટિ આપી હતી કે દાસને ઍરપોર્ટથી પકડવામાં આવ્યા છે. બીજી તરફ મળતી માહિતી જણાવે છે કે તેમને ઢાકા પોલીસના નામે રજિસ્ટર કરાયેલા માઇક્રો વેહિકલમાં લઈ જવાયા છે એથી પોલીસના ઇરાદા અને ટ્રાન્સપરન્સી પ્રત્યે શંકા ઊઠે છે.