બાહરિનમાં ગણેશજીની મૂર્તિ તોડનાર બે મહિલા સામે આકરાં પગલાં લેવાશે
ગણપતિ બાપ્પા
બાહરિનના એક સુપર માર્કેટની દુકાનમાં વેચાણ માટે મુકાયેલી ગણપતિની મૂર્તિઓને કેટલીક બુરખાધારી મહિલાઓએ તોડી નાખી હતી અને હો હા મચાવી હતી. આ મહિલાઓ બરાડી બરાડીને એવું કહેતી હતી કે આ એક મુસ્લિમ દેશ છે. અહીં આવી મૂર્તિઓ વેચી નહીં શકાય.
જોકે બાહરિનની પોલીસે તરત આ બન્ને મહિલાઓની ધરપકડ કરી હતી. બાહરિનના ગૃહ ખાતાએ કહ્યું હતું કે એક ધાર્મિક સમુદાયની ધાર્મિક લાગણી દૂભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપર માર્કેટની એક દુકાનમાં ભાંગફોડ કરવાનો કેસ ૫૪ વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો. બાહરિનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવાં કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી અને આકરાં પગલાં લેવાશે.


