ઍસ્ટ્રાઝેનેકાની રસીથી કોઈ જોખમ નથી : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન
ઍસ્ટ્રાઝેનેકાની રસીથી કોઈ જોખમ નથી : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન
ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિન બાબતે આશંકા રાખીને તેનો પ્રસાર રોકવો અયોગ્ય હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું હતું. એ વૅક્સિનથી લોહી ગંઠાઈ જવાની આશંકાથી ડેન્માર્ક, નોર્વે, આઇસલૅન્ડ, ઇટલી અને રોમાનિયાએ વૅક્સિનના વપરાશનો આરંભ મુલતવી રાખવા કે વપરાશ મર્યાદિત રાખવાની વિચારણા કરી હતી. વૅક્સિનની સુરક્ષાનું સતત નિરીક્ષણ કરતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઍસ્ટ્રાઝેનેકાની રસીથી લોહી ગંઠાવાના પુરાવા નહીંવત્ પ્રમાણમાં મળ્યા છે. તેના વપરાશ અને પ્રસાર રોકવા પડે એવા કોઈ સંકેત મળ્યા નથી.
ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિનથી લોહી ગંઠાઈ જવાની છૂટક ઘટનાઓને કારણે ડેન્માર્ક, નોર્વે અને આઇસલૅન્ડમાં તેનો પ્રસાર રોકવામાં આવ્યો હતો. ઇટલી અને ઑસ્ટ્રિયાએ ઍસ્ટ્રાઝેનેકાની રસીના અલગ બેચીઝના શૉટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. થાઇલૅન્ડ અને બલ્ગેરિયાએ એ વૅક્સિનના વપરાશનો આરંભ મુલતવી રાખ્યો હતો.


