ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 જાન્યુઆરીએ ‘હિન્દુ અધ્યાત્મિક અને સેવા મેળા’માં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થયો છે. દુનિયા તેનાથી આશ્ચર્યચકિત છે. વિવિધ રાજદૂતોએ મારી પાસે આમંત્રણ માગ્યું. મેં તેમને સમજાવ્યું કે કુંભ એક એવો મેળો છે જેને કોઈ આમંત્રણની જરૂર નથી. કરોડો લોકો તારાઓની ગોઠવણી મુજબ આવે છે... તેઓ આશ્ચર્યચકિત છે કે 40 કરોડ લોકો આમંત્રણ વિના એક જગ્યાએ આવે છે અને મને પૂછ્યું કે તેનું સંચાલન કોણ કરે છે. મેં તેમને કહ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલું સંચાલન રામ સેતુ બનાવવામાં ખિસકોલીના યોગદાન જેટલું નજીવું છે... તે હજારો વર્ષોથી ચાલી રહ્યું છે. તે મુઘલો, અંગ્રેજો અને કૉંગ્રેસના શાસન દરમિયાન પણ ચાલ્યું...”