સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદાન થયું હતું અને ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ તેમ જ અપક્ષ મળીને ૧૦ ઉમેદવારોનાં રાજકીય ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનમાં સીલ થયાં હતાં
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરવા લાઇન લગાવીને મતદાન કર્યું હતું.
ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદાન થયું હતું અને ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ તેમ જ અપક્ષ મળીને ૧૦ ઉમેદવારોનાં રાજકીય ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનમાં સીલ થયાં હતાં. મોટા ભાગે પેટાચૂંટણીમાં મતદાન નીરસ થતું હોય છે, પરંતુ વાવ વિધાનસભાના મતદારો મતદાન કરવા માટે ઊમટ્યા હતા અને સવારથી જ લાઇનો લગાવીને મતદારોએ મતદાન કર્યું હતું.
પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદાન થયું.