વિજય રૂપાણીનો કોરોના-રિપોર્ટ નેગેટિવ
વિજય રૂપાણીનો કોરોના-રિપોર્ટ નેગેટિવ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનામુક્ત થયા બાદ ગઈ કાલે રાજકોટમાં સુધરાઈની ચૂંટણીમાં ફેસશીલ્ડ માસ્ક પહેરીને મતદાન કર્યું હતું. ગયા અઠવાડિયે વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતી વેળા તેઓ બેભાન થયા હતા ત્યાર બાદ તેમની કોરોના ટેસ્ટ કરવામાં આવતાં એ પૉઝિટિવ આવી હતી. રૂપાણી કોરોના નેગેટિવ થયા હોવાની જાણકારી મુખ્ય પ્રધાનની ઑફિસ દ્વારા ગઈ કાલે આપવામાં આવી હતી. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ અમદાવાદથી રાજકોટ ગયા હતા. સાંજે અંદાજે ૫.૧૫ વાગ્યે તેમણે પત્ની અંજલિ સાથે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે મતદાન કરવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો અને રાજ્યમાં ૯૭.૫ ટકા મતદાન થયું હોવાનું જણાવ્યું હતું.

