ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં રાજકોટના એક માઈભક્તે ૩૩,૧૩,૯૦૧ રૂપિયાનો ૨૬૩ ગ્રામ સોનાનો હાર માતાજીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યો હતો.
અંબાજીમાં ૩૩,૧૩,૯૦૧ રૂપિયાનો ૨૬૩ ગ્રામ સોનાનો હાર માતાજીને થયો અર્પણ
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં રાજકોટના એક માઈભક્તે ૩૩,૧૩,૯૦૧ રૂપિયાનો ૨૬૩ ગ્રામ સોનાનો હાર માતાજીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યો હતો. અંબાજી મંદિરના પરિસરમાં આવેલા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઑફિસમાં સોનાનો હાર આપવામાં આવ્યો હતો. રાજકોટના આ શ્રદ્ધાળુએ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી. તેમને માતાજીમાં અખૂટ શ્રદ્ધા છે અને આસ્થાપૂર્વક દર્શન કરીને સોનાનો હાર અર્પણ કર્યો હતો.


