મોરારીબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના કવિને એમના સાહિત્યને લક્ષમાં લઈ નરસિંહ મહેતા અવૉર્ડ એનાયત કરાય છે.
(ઉપર, ડાબેથી) ઉદયન ઠક્કર, જવાહર બક્ષી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને યજ્ઞેશ દવે.
અમદાવાદ ઃ મોરારીબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના કવિને એમના સાહિત્યને લક્ષમાં લઈ નરસિંહ મહેતા અવૉર્ડ એનાયત કરાય છે. છેલ્લાં ચાર વર્ષથી કોરોના મહામારીને કારણે આ અવૉર્ડ એનાયત થયા નહોતા. આગામી શરદ પૂર્ણિમાએ છેલ્લાં ચાર વર્ષના અવૉર્ડ એનાયત થશે. ચયન સમિતિએ પસંદ કરેલા કવિઓ આ પ્રમાણે છે ઃ વર્ષ ૨૦૨૦ જવાહર બક્ષી, વર્ષ ૨૦૨૧ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, વર્ષ ૨૦૨૨ યજ્ઞેશ દવે અને વર્ષ ૨૦૨૩ ઉદયન ઠક્કર આગામી ૨૮ ઑક્ટોબરે સવારના ૧૦ વાગ્યે ભાવનગર જિલ્લાના મહુવામાં જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ શ્રી કૈલાસ ગુરુકુળમાં ચારેય કવિઓને નરસિંહ મહેતા અવૉર્ડ આપવામાં આવશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)