વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
ફાઇલ ફોટો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનની સાથે જ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવ્યું છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાત અસોસિએશનના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા.
એક લાખ દસ હજાર છે દર્શક ક્ષમતા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અમદાવાદના સાબરમતીમાં સ્થિત આ સ્ટેડિયમ આધુનિક રમત સુવિધાઓથી સજ્જ છે અને પહેલી વાર ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચે રમાતી પહેલી ડે-નાઇટ ટેસ્ટની મેઝબાની કરશે. આ સ્ટેડિયમ 63 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે, જેમાં એક સાથે એક લાખ દસ હજાર દર્શકોના બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં 76 કૉર્પોરેટ બૉક્સ, ઑલિમ્પિક સ્તરના સ્વિંમિંગ પૂલ, ઇનડોર અકાદમી, એથલીટ્સ માટે ચાર ડ્રેસિંગ રૂમ અને ફૂડ કૉર્ટ છે.
ADVERTISEMENT
સ્પૉર્ટ સિટી ઑફ ઇન્ડિયાને નામે ઓળખાશે અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન પછી કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, "આજે ભારતના રમત જગતનો સ્વર્ણિમ દિવસ છે. આજે ભારતના રાષ્ટ્રપતિજીના કરકમળથી લોહપુરુષ ભારત રત્ન સરદાર પટેલના નામ સાથે જોડીને એ મોટા સ્પૉર્ટ્સ એંક્લેવનું ભૂમિ પૂજન થયું છે." તેમણે આગળ કહ્યું કે, "અમદાવાદના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, એન્ક્લેવ અને સ્ટેડિયમને જોડીને, ભારત ફક્ત છ મહિનામાં ઑલિમ્પિકની મેજબાની કરવા માટે પણ તૈયાર થઈ જશે. આપણે બનાવેલા પાયાનો આકાર એવો રહ્યો છે. અમદાવાદને હવે સ્પૉર્ટ સિટીના નામે ઓળખવામાં આવશે."
એક સાથે 1.32 લાખ દર્શકો જોઇ શકે છે મેચ
અમિત શાહે કહ્યું, "સ્પૉર્ટ્સ એંક્લેવમાં વિશ્વની બધી રમતની વ્યવસ્થા અહીં થશે. દેશ અને વિશ્વના બધા ખેલાડીઓની ટ્રેનિંગ અને રહેવાની વ્યવ્સથા પણ અહીં હશે. ત્રણ હજાર બાળકોના એક સાથે રમવા અને રહેવાની વ્યવ્સ્થા થશે." તેમણે ઉમેર્યું કે, "આ સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ છે, જેથી આ ફક્ત વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું સ્પૉર્ટ્સ સ્ટેડિયમ પણ છે. આ એક જ દિવસમાં બે જૂદી જૂદી રમતો પણ રમાડી શકે છે."

