છ વર્ષની બાળકીનું શારીરિક શોષણ કરીને તેની હત્યા કરી દેનાર શાળાના આચાર્યનો કેસ નહીં લડે લીમખેડા બાર અસોસિએશન
ગોવિંદ નટ
કૉન્ગ્રેસે ફોટો વાઇરલ કરીને આરોપ લગાવ્યો કે આચાર્ય ગોવિંદ નટ સંકળાયેલો છે વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને BJP સાથે
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલી તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરીને તેની હત્યા કરી દેનાર શાળાના આચાર્ય ગોવિંદ નટનો કેસ લીમખેડા બાર અસોસિએશને નહીં લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ગુજરાત કૉન્ગ્રેસે આરોપીનો ફોટો વાઇરલ કરીને આરોપ લગાવ્યો છે કે આચાર્ય ગોવિંદ નટ વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૨૭ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મેળવ્યા છે.
ADVERTISEMENT
ચાર દિવસ પહેલાં બનેલી આ હિચકારી ઘટનામાં ખુદ શાળાના આચાર્ય દ્વારા કારમાં માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી હતી જેને પગલે તેનું મોઢું દબાવી દઈને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. આ બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને શાળાના આચાર્યની પૂછપરછ હાથ ધરતાં બાળકીની હત્યા પોતે જ કરી હોવાની તેણે કબૂલાત કરી હતી.