ગુજરાત તેની પરંપરા, ભાષા, બોલી, પહેરવેશ અને વિવિધ વાનગીઓના સ્વાદમાં ગજબનું વૈવિધ્ય ધરાવે છે. આજે વાત કરવાની છે સમન્વય વસ્તી ધરાવતા આદિવાસી જિલ્લાની એટલે આપણો સરહદી જિલ્લો દાહોદની. ગુજરાતના પૂર્વના પ્રવેશ દ્વાર અને ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખ ધરાવતો દાહોદ જિલ્લો એક પૌરાણિક પ્રાંત છે અને આદિવાસીઓનો મૂળ પ્રદેશ પણ છે. દાહોદની વાત આવે એટલે ત્યાંના આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે લોકોનો પ્રેમભાવ યાદ આવે છે. અહીંયા વસતા આદિવાસીઓ ગ્રામજનો મળતાવડા સ્વભાવના હોવાની સાથે મહેનતકશ, ખમીરવંતા અને ખડતલ હોય છે અને તેમની પાસે પોતાની આગવી સાંસ્કૃતિક વિરાસત, રહેણીકહેણી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
11 August, 2023 05:46 IST | Mumbai | Chirantana Bhatt