તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
અમદાવાદ : ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપનાર યોસેફ મૅક્વાનનું ગઈ કાલે અમદાવાદમાં નિધન થયું હતું. તેઓ તેમના સાહિત્ય સિવાય સાલસ સ્વભાવ માટે પણ જાણીતા હતા. તેઓ એક સારા કવિ, બાળ સાહિત્યકાર, ગઝલકાર પણ હતા. તેમણે ગઝલમાં નવા પ્રયોગ પણ કર્યા છે. તેમણે સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ ઉપરાંત તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરાયા છે.