ચાંદીબજાર વિસ્તારમાં આનંદી મોદી નામની ટીનેજર તેના મામાને ત્યાં વેકેશન ગાળવા માટે આવી હતી.
આનંદી મોદી
ગુજરાતના જામનગરમાં ૧૪ વર્ષની છોકરીને હાર્ટ-અટૅક આવતાં તે રમતાં-રમતાં જ મૃત્યુ પામી હતી. ચાંદીબજાર વિસ્તારમાં આનંદી મોદી નામની ટીનેજર તેના મામાને ત્યાં વેકેશન ગાળવા માટે આવી હતી. આખો પરિવાર રેસ્ટોરાંમાં જમવા ગયો હતો. બધા જમીને આવ્યા પછી આનંદી બીજાં બાળકો સાથે રમી રહી હતી અને અચાનક જ બેહોશ થઈને ઢળી પડી હતી. તરત તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પણ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોએ અચાનક હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે.
