દુબઈ ને અબુધાબી જેવા દેશોમાંથી તો રાતે પ્રોગ્રામ પતાવીને બીજી સવારે હું પાછો આવવા માટે નીકળી ગયો છું. એવું નથી કે મેં એ બધા દેશો બહુ જોઈ લીધા એટલે હું પાછો આવી જાઉં છું.
મારી વાત
શાહબુદ્દીન રાઠોડ
મને ઘણા પૂછે છે કે તમે તો કલાકાર, તમને ફૉરેન ફરવાની મજા આવતી હશે. વાત સાચી છે, પણ અર્ધસત્ય છે. કલા અને નિર્દોષ હાસ્યને કારણે ઘણા દેશોમાં કાર્યક્રમો કરવાની તક મળી છે, બીજા દેશો જોવા મળ્યા છે, પણ ફૉરેનના ઑર્ગેનાઇઝર અને મારા આત્મીય જનો સિવાય બહુ ઓછા લોકોને ખબર છે કે ફૉરેન જવાનું બને એટલે હું સરળતા ખાતર આગળ-પાછળના એકાદ દિવસની જોગવાઈ રાખું અને પછી તરત રિટર્ન થઈ જાઉં. દુબઈ ને અબુધાબી જેવા દેશોમાંથી તો રાતે પ્રોગ્રામ પતાવીને બીજી સવારે હું પાછો આવવા માટે નીકળી ગયો છું. એવું નથી કે મેં એ બધા દેશો બહુ જોઈ લીધા એટલે હું પાછો આવી જાઉં છું. ના, હકીકત જુદી છે. દેશનું મહત્ત્વ વિદેશ ગયા પછી જ સમજાય અને મેં એ અનુભવ્યું છે.