Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Naina Avtrના અવતારને સાચી છોકરી માની લેવાની ભૂલ ન કરી બેસતાં...

Naina Avtrના અવતારને સાચી છોકરી માની લેવાની ભૂલ ન કરી બેસતાં...

Published : 21 April, 2026 06:39 PM | Modified : 21 April, 2026 06:50 PM | IST | Mumbai
Hetvi Karia | hetvi.karia@mid-day.com

India’s First AI Actress Naina Avtr: તાજેતરમાં ભારતના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક એવો ચહેરો સામે આવ્યો છે જેને જોઈને તમે કદાચ એક વખત તો ભૂલ કરી જ જશો. તેની સ્ટોરી એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર જેવી જ છે.

Naina Avtr

Naina Avtr


તાજેતરમાં ભારતના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક એવો ચહેરો સામે આવ્યો છે જેને જોઈને તમે કદાચ એક વખત તો ભૂલ કરી જ જશો. તેની સ્ટોરી એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર જેવી જ છે. તેની બોલ-ચાલ અને એક્ટિંગ પણ માનવી જેવી જ છે, પરંતુ હકીકતમાં તે માનવી નથી.

આ છે Naina Avtr, એક AI આધારિત ડિજિટલ એક્ટ્રેસ. તેનું સર્જન 2022માં Avtr Meta Labs દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાને 22 વર્ષની યુવતી તરીકે રજૂ કરે છે, જે મુંબઈમાં રહે છે. પરંતુ તે સંપૂર્ણ રીતે ટેક્નોલોજીથી બનાવવામાં આવેલી પર્સનાલિટી છે.



નૈનાની સ્ટોરી એક સામાન્ય યુવતી જેવી જ બનાવવામાં આવી છે. તેને ઝાંસીની સ્મૉલ-ટાઉન ગર્લ તરીકે બતાવવામાં આવી છે, જે સપનાઓ લઈને મુંબઈ આવે છે. તેની સ્ટોરીમાં ફ્રેન્ડશિપ, નિરાશા, બ્રેક-અપ્સ અને રિયલ-લાઈફ સ્ટ્રગલ્સ જેવી બાબતો જોવા મળે છે. આ કારણોસર લોકો તેની જર્ની સાથે સરળતાથી જોડાઈ શકે છે. તે `Truth & Lies` નામની માઇક્રો ડ્રામા સિરીઝમાં પણ જોવા મળે છે. આ સિરીઝમાં તે રિયલ એક્ટર્સ સાથે કામ કરે છે અને રિયલ લૉકેશન્સ પર શૂટિંગ પણ કરે છે. આ કારણે તેનો પરફોર્મન્સ વધુ નેચરલ લાગે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by N A I N A ❤️ India’s First AI Superstar! (@naina_avtr)


નૈના સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે ફિટનેસ, ફેશન, ટ્રાવેલ અને ડાન્સ જેવા વિષયો પર પોસ્ટ કરે છે. તેની પોસ્ટ્સ સામાન્ય ઇન્ફ્લુએન્સર જેવી જ લાગે છે. તે ઘણી મોટી બ્રાન્ડ્સ જેમ કે Nykaa, Puma અને Pepsi સાથે પણ કામ કરી ચૂકી છે. તે બ્રાન્ડ્સ માટે પ્રોમોશનલ કન્ટેન્ટ પણ બનાવે છે.

અભિષેક રાઝદાન Avtr Meta Labsના co-founder અને CEO છે, જે AI આધારિત ડિજિટલ કેરેક્ટર્ઝ અને વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર્સ બનાવતી કંપની તરીકે જાણીતી છે. તેમણે 2022માં કંપની શરૂ કરી હતી, એવો સમય જ્યારે ભારતમાં AI અને કન્ટેન્ટની પોપ્યુલારીટી ઝડપથી વધી રહી હતી. બ્રાન્ડ કમ્યુનિકેશન ક્ષેત્રમાં લાંબા અનુભવ ધરાવતા રઝદાન હવે AI અને એન્ટરટેઇનમેન્ટ પર કામ કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ Naina Avtr જેવા ડિજિટલ કેરેક્ટર્ઝ સામે આવ્યા છે, જે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવી લહેર લાવી રહ્યા છે. અભિષેક રાઝદાનના જણાવ્યા મુજબ, નૈના ફક્ત એક ઇન્ફ્લુએન્સર જ નહીં પરંતુ એક એક્ટર અને સ્ટોરીટેલર પણ છે. તે વિવિધ ભાષાઓમાં વાત કરી શકે છે અને કેટલાક કેસમાં લોકો સાથે રિયલ-ટાઈમમાં વાતચીત પણ કરી શકે છે.

અભિષેક રાઝદાનના જણાવ્યા મુજબ, નૈનાને બનાવવાનો વિચાર માત્ર ઇનોવેશન માટે નહોતો, પરંતુ નિયંત્રણ અને સ્કેલ માટે પણ હતો. તેઓ કહે છે કે માનવી એક્ટર્સ અથવા ક્રિએટર્સની તુલનામાં AI પાત્ર “100 percent ownable IP” હોય છે, એટલે કે તેની ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય છે. “તે કોઈ કોન્ટ્રોવર્સીમાં પડતી નથી અને તેની સ્ટોરી સંપૂર્ણ રીતે નિયંત્રિત રહી શકે છે,” રાઝદાને જણાવ્યું.

`Truth and Lies` વેબ સીરિઝનો સ્નૅપશૉટ 

તેમણે નૈનાના ટેક્નિકલ પાસાં વિશે પણ વાત કરી. નૈના એક જ ફોર્મેટમાં નથી, પરંતુ અલગ અલગ રીતે હાજર રહી શકે છે. ક્યારેક લાઈવ-એક્શન શૂટ સાથે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને તૈયાર કરવામાં આવે છે, તો ક્યારેક સંપૂર્ણ જનરેટિવ AI દ્વારા તેની રચના થાય છે. કેટલાક કેસમાં તો લોકો તેની સાથે રિયલ-ટાઈમમાં વાતચીત પણ કરી શકે છે, કારણ કે તે એક conversational AI સિસ્ટમ સાથે પણ લિન્ક્ડ છે.

જો કે AI એક્ટર્સના વધતા ઉપયોગ વચ્ચે પણ, તેઓ માને છે કે AI માનવીય કલાકારોને સંપૂર્ણ રીતે બદલી શકશે નહીં. “બંને કૉ- એકઝિસ્ટ (co-exist)કરશે,” એમ તેમણે કહ્યું. તેઓ કહે છે કે AI કન્ટેન્ટ ઝડપી, સસ્તું અને અનેક ભાષાઓમાં બનાવી શકે છે, પરંતુ માનવીના જીવનના અનુભવો—લાગણીઓ અને અનુભૂતિઓ—એવી વસ્તુઓ છે જે AI ક્યારેય પૂરી રીતે બદલી શકશે નહીં.

નૈનાને બનાવતી વખતે તેની લાગણીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેની સ્ટોરી અને રિએક્શન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે લોકોના રોજિંદા જીવન સાથે જોડાય. આ કારણે તે રિલ (Reel/Artificial) હોવા છતાં રિયલ લાગે છે. નૈનાને ઇન્ડસ્ટ્રીમાં માન્યતા મળી રહી છે. તેને NDTV WhosThat360 AI Creator, Mid-Day Showbiz AI Influencer અને International Iconic AI Influencer 2024 જેવા એવોર્ડ્સ મળ્યા છે.

ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને નૈના જેવી પર્સનાલિટી એન્ટરટેઇનમેન્ટના નવા દિશા તરફ ઈશારો કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 06:50 PM IST | Mumbai | Hetvi Karia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK