શું તમે પણ `કાલથી જિમ જઇશ` કહીને કસરત કરવાનું ટાળો છો? તો આ વીડિયો તમારા માટે જ છે. ફાસ્ટ ફેશસ અને ફાસ્ટ ફૂડવાળા આજના દોડધામભર્યા જીવનમાં લોકો કામની વ્યસ્તતામાં કે પૈસા કામવવાની હોડમાં એટલા બધા ઊંડા ઊતરી ગયા છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય પણ કાઢી શકતા નથી. અંતે નાની ઉંમરે નાની ઉંમરે બીપી, સુગર અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. જો તમે પણ ખૂબ જ ઓછી મહેનત સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માગતા હો તો જુઓ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની આ વિશેષ પેશકશ `વેલનેસ વાઇઝ`. `વેલનેસ વાઇઝ`ના પહેલાં એપિસોડમાં અમે વાત કરી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. રોનક અજમેરા સાથે. તેમણે જણાવ્યું કે કઈ રીતે તમે તમારા પેટનું ધ્યાન રાખી આખા શરીરને પણ અન્ય બીમારીઓથી બચાવી શકો છો. શરીર માટે કેટલું આલ્કોહોલ સારું? તેનો જવાબ પણ તેમણે ચોક્કસ આપ્યો છે. જુઓ આ ખાસ સિરીઝનો પહેલો ઇન્ટરવ્યૂ.