Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ન્યુટ્રિશનિસ્ટ નેહા રંગલાની પાસેથી જાણો ડાર્ક ચોકલેટ, મેગ્નેશિયમ, ઑઝેમ્પિક વિશેની રસપ્રદ વાતો

ન્યુટ્રિશનિસ્ટ નેહા રંગલાની પાસેથી જાણો ડાર્ક ચોકલેટ, મેગ્નેશિયમ, ઑઝેમ્પિક વિશેની રસપ્રદ વાતો

Published : 18 April, 2025 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇટ્સ અ ગર્લ્સ થિંગમાં ન્યુટ્રશનિસ્ટ અને હેલ્થ કોચ નેહા રંગલાનીએ ફેન્સને જણાવી કેટલીક રસ્પરદ વાતો, ગુજરાતી મિડ-઼઼ડે સાથેની વાતચીતમાં જણાવ્યું ઑઝિમ્પિક ટ્રેન્ડ વિશે અને કઈ આદતો હેલ્થ માટે છે બેસ્ટ

ઇટ્સ અ ગર્લ થિંગની ઇવેન્ટમાં વિધી દોશી અને નેહા રંગલાની

ઇટ્સ અ ગર્લ થિંગની ઇવેન્ટમાં વિધી દોશી અને નેહા રંગલાની


નેહા રંગલાની એક ઇન્ટેગ્રેટિવ ન્યુટ્રિશનિસ્ટ હેલ્થ કોચ છે. ઇટ્સ અ ગર્લ્સ થિંગ ઇવેન્ટ નિમિત્તે તેમણે ડાયેટ અંગેની કેટલીક રસપ્રદ વાતો અને ટ્રેન્ડ્ઝ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતે વાત કરી. મેગ્નેશિયમ, ઑઝેમ્પિક, ડાર્ક ચોકલેટ અંગેની રસપ્રદ વાતો તેમણે શૅર કરી હતી. 

તમારા મતે જેન ઝી છોકરીઓ સૌથી મોટા કયા વેલનેસ પ્રેશરનો સામનો કરે છે? એમાં ફેરફાર કેવી રીતે લાવી શકાય?



સ્વસ્થ રહેવા કરતા સ્વસ્થ દેખાવાનું પ્રેશર વધારે છે. સોશ્યલ મીડિયાને કારણે લાગે કે વેલનેસ ગ્રીન જ્યૂસમાં, એબ્ઝ અને દસ મિનિટના સ્કીન કેર રૂટિનમાં પણ સાચું સુખ ઇન્ટરનલ હેપીનેસમાં છે, ઊર્જામાં, માનસિક શાંતિમાં, હોર્મોન્સ અને પાચનમાં છે. દરેક છોકરીને એ યાદ અપાવવું જરૂરી છે કે હેલ્થ જર્ની છે કોઈ ટ્રેન્ડ નથી – તમારા શરીર સાથે ટ્યૂનમાં હોવું કોઈપણ ફિલ્ટર કરતા વધારે મહત્વની તાકાતવર બાબત છે. .


જો પિઝા બોલે તો એ પોતાના પોષણને કઈ રીતે ગણાવશે?

પિઝા કદાચ કહેશે, "અરે, મારો વાંક ન કાઢો, ટોપિંગને દોષ આપો!" આખા અનાજના બેઝ અથવા બાજરીના બેઝ, તાજા હોમમેઇડ ટામેટાની ચટણી, શાકભાજી અને સારી ગુણવત્તાવાળી ચીઝ (અથવા વિગન વિકલ્પો) સાથે સારી રીતે બનાવેલ પિઝા વાસ્તવમાં તદ્દન સંતુલિત હોય છે. તમે એ કેવી રીતે બનાવો છો તે અગત્યનું છે.


જો ચોકલેટની LinkedIn પ્રોફાઇલ હોય, તો શું તમે તેને `સ્ટ્રેસ રિલિફ` અથવા `મૂડ સ્વિંગ મેનેજમેન્ટ` માટે ટેકો આપશો અથવા બ્લોક કરશો?

હું "સ્ટ્રેસ રિલિફ" અને "મૂડ મેજિક" માટે ચોકલેટને 100% સમર્થન આપીશ. પણ કોઈપણ ચોકલેટ નહીં પણ  ડાર્ક ચોકલેટની વાત કરું છું, જેમાં ન્યૂનતમ ખાંડ/ડેટ સુગર/મોંક ફ્રૂટ છે. મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટોથી તે ભરપુર હોય છે અને મૂડ બૂસ્ટર હોય છે. એને બ્લોક તો ન જ કરું.

કયો હેલ્થ ટ્રેન્ડ તમને હેરાન કરી મૂકે છે?

લૉ -ફેટ એવ્રીથીંગ – ચરબી કંઇ દુશ્મન નથી, બેટ ફેટ્સ છે ચોક્કસ. એવોકાડો, નારિયેળ, બદામ અને સીડ્ઝની સારી ચરબી હોર્મોન્સ, ત્વચા, મગજ અને આંતરડાને ટેકો આપે છે. તે ન ખાવી એ એ કારમાંથી એન્જિનને દૂર કરીને પછી કાર કેમ ચાલતી નથી એ સવાલ કરવા જેવું છે. આપણા શરીરના દરેક કોષને શ્રેષ્ઠ કામગીરી માટે ચરબીની જરૂર હોય છે.

શું ન્યુટ્રિશનિસ્ટને પણ ચીટ ડે હોય છે?

એ ચીડ ડેઝ નથી પણ ચોઇસ ડેઝ છે. ફુડ ઇમોશનલ, કલ્ચરલ અને જોયફૂલ બાબત છે. હું માઇન્ડફૂલી ખાઉં છું પરફેક્ટલી નહીં. મારા શરીર કે મનને કશાની જરૂર હોય તો હું તેની વાત સાંભળું છું, ખોરાક માણું છું અને બસ. મારી પ્લેટ કે જિંદગીમાં ગિલ્ટ નથી હોતું.

આપણે સાંભળતા રહીએ છીએ કે મેગ્નેશિયમ એ શરીર માટે અનિવાર્ય છીએ— કેમ લોકોને મેગ્નેશિયમની ઉણપ થઇ રહી છે કે પછી એ કંઇ વેલનેસ પ્લોટ ટ્વિસ્ટ છે?

ઘણાંને મેગ્નેશિયમની ઉણપ છે, કારણ કે તે ટ્રેન્ડી નથી, પરંતુ તણાવ, પ્રોસેસ્ડ ખોરાક અને સોઇલ ડિપ્લેશન તેને ઘટાડે છે.  તમને સતત કંટાળો આવતો હો, મૂડી થઇ ગયા છો અથવા સૂઈ શકતા નથી, તો તમારું શરીર કદાચ મેગ્નેશિયમ માગે છે. ઉપરાંત વિટામિન ડીના શોષણ માટે મેગ્નેશિયમ પણ જરૂરી છે જેની પણ ઉણપ રહે છે. તેથી આપણા રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, કોળાના બીજ વગેરે ઉમેરવાથી અથવા દરરોજ 300 થી 700 મિલિગ્રામ મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાથી ફાયદો થાય છે.  પ્રોફેશનલ ગાઇન્ડસ હેઠળ મેગ્નેશિયમ લેવું જોઇએ.

જો એન્ટિ ઇન્ફ્લેમેટરી ફૂડની ડેટિંગ પ્રોફાઇલ હોય, તો તેમનું બાયો શું કહેશે ?

"મારા લીધે ગ્લો આવ. છે તમારા આંતરડાને શાંતિ મળે છે, મુડ સંતુલિત થાય છે અને ત્વચા બેટર થાય છે." આ પ્રોફાઇલને રાઇટ સ્વાઇપ કરો કારણકે ફૂડ એક લાઇફસ્ટાઇલ છે અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઊર્જા વધારે છે અને શરીરને પણ બહેતર ફીલ થાય છે.

ઓઝેમ્પિક ટ્રેન્ડ - વજન ઘટાડવાનો ચમત્કાર અથવા મેટાબોલિક મેડનેસ છે – તમારું શું કહેવું છે?

તે એક તબીબી સાધન છે જેનો ઉપયોગ શૉર્ટકટ તરીકે થઈ રહ્યો છે. હા, તે કેટલાકને મદદ કરી શકે છે, પરંતુ વાસ્તવિક વાત માત્ર વજનની નથી. મેટાબોલિઝમ, હોર્મોન્સ, સ્ટ્રેન્થ, માનસિક સ્પષ્ટતા આ જલદી બેટર ન થઇ જાય. એક ગોળી તમને સ્નાયુઓ બનાવવામાં કે સકારાત્મક માનસિકતા ધરાવવામાં મદદ કરી શકતી નથી. તે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારી ન શકે અથવા તણાવને ન કરી શકે. લાંબા ગાળાના ઉપચાર માટે બાયપાસની નહીં પણ સમસ્યાના કારણ પર કામ જરૂર છે.

તમારી વેલનેસ કારકિર્દીમાં સૌથી મોટો પડકાર કયો છે - અને શું સ્મૂધીએ તમને તેમાંથી મદદ કરી?

બર્નઆઉટ થઇ જવું, બહુ થાકી જવું એ મારો સૌથી મોટો પડકાર રહ્યો છે. હું ક્લાયન્ટ્સને સાચવવામા મારા કપને ભરવાનું ભૂલી ગઈ. સ્મૂધી નહીં પણ હું ના પાડતા શીખી, મેં જાતને અંદરથી પોષણ આપ્યું. જાતનું ધ્યાન રાખ્યું. બાઉન્ડ્રીઝ બનાવી અને મારી વેલનેસને મહત્વ આપ્યું. આમ કરી હું ક્લાયન્ટ્સને પણ બહેતર સર્વિસ આપી શકી.

ગટ હેલ્થ માટે શું જરૂરી છે? ફાઇબર, પાણી કે ખાતી વખતે ફોન ન જોવો એ?

બધું જ પણ ખાસ તો "જમતી વખતે સ્ક્રોલ કરવાનું બંધ કરો." કારણ કે મોટાભાગના લોકો આ ડિસ્ટ્રેક્શન સાથે ખાય છે જે પાચનને અસર કરે છે. તમારા આંતરડાને તમે પ્રેઝન્ટ હો તો વધારે ગમે છે. ધીમે ધીમે ચાવવું, શ્વાસ લેવો અને તમે ખાઓ ત્યારે સજાગ રહેવું શરીર માટે જરૂરી છે અને પાચન પણ બહેતર થાય છે.

IAGTમાં કયું વેલનેસ મિથ તમે તોડવા માગો છો?

તમારું શરીર બ્રોકન નથી, તમારે એને સાંભળવાની જરૂર છે. મેં મારી પેનલમાં બેસ્ટ ફૂડ પ્રેક્ટિસિઝથી શરીર જાળવવાની વાત કરી. કેટલાક મિથ્સ તોડ્યા અને સાદી રીતે શરીરનું હીલિંગ જાતે કેવી રીતે થઇ શકે તેની વાત કરી.

IAGTમાં આવનારી છોકરીઓ માટેને વેલનેસ ટૂલકીટમાં શું હશે?

ઊલિયું – પાચન મ્હોમાં શરૂ થાય છે એટલે..

સીડ મિક્સ – હોર્મોન્સ બેલેન્સ કરવાનો એક સરળ રસ્તો અને તે સ્નેકમાં પણ ચાલે એવી બાબત છે.

એક ડાયરી – વિચારો માટે નહીં પણ સાયકલ્સ, મૂડ અને સિમ્પટમ ટાંકવા માટે – સેલ્ફ અવેરનેસ એ હીલિંગનું સ્ટેપ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK