વૃદ્ધત્વ પ્રાકૃતિક પ્રોસેસ છે. એને રોકી શકાય નહીં પણ હેલ્ધી લાઇફસ્ટાઇલને અપનાવીને આ લક્ષણો અને સમસ્યાને ડિલે કરી શકાય છે. ધૂમ્રપાન અને આલ્કોહોલ સેવન બંધ કરી દેવું અને જન્ક ફૂડથી અંતર જાળવીને હેલ્ધી ફૂડ ઑપ્શન્સને અપનાવવા જોઈએ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ચાળીસીની ઉંમરમાં ચહેરા પર આવતી કરચલીઓ સ્નાયુઓ સંકોચાવાને કારણે થાય છે. એને દૂર કરવા અથવા ન આવે એની તકેદારી રાખવા શરીરને હાઇડ્રેટેડ રાખવું બહુ જરૂરી છે.
ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનની આદત હોય તો એને બંધ કરી દેવું અને જન્ક ફૂડથી અંતર જાળવીને હેલ્ધી ફૂડ ઑપ્શન્સને અપનાવવા જોઈએ.
ડ્રાયફ્રૂટસ, ઘી, ગ્રીન ટી અને હળદર ઍન્ટિએજિંગ પ્રોસેસ માટે ઉપયોગી છે એટલે એનું સેવન વધારવું. હેલ્ધી ડાયટનું સેવન ટાઇપ ટૂ ડાયાબિટીઝ અને સ્ટ્રોક જેવી બીમારીઓ થવાની સંભાવનાઓને ઓછી કરે છે.
બેતાળાને આવતા રોકવા માટે આંખોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ક્રીન-ટાઇમને શક્ય હોય એટલો ઓછો કરીને આંખોને આરામ આપવો જોઈએ તથા નિયમિત ચેકઅપ કરાવતા રહેવું.
૬૦ વર્ષની ઉંમરમાં હાડકાં નબળાં પડવાં, ચામડી લૂઝ થવી, આંખોની દૃષ્ટિ ઓછી થવી અને મસલ-લૉસ જેવી સમસ્યાઓ થવી સામાન્ય ગણાય છે પણ એને રોકવા અથવા સ્થિતિને સુધારવા માટે શરીરને બહારની સાથે અંદરથી પણ હેલ્ધી રાખવું હોય તો હેલ્ધી ફૂડની સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે.
ડાયટમાં ભરપૂર પ્રોટીન અને કૅલ્શિયમની સાથે ઍન્ટિઑક્સિડન્ટ અને મિનરલ્સ મળે એવા ખોરાકને સામેલ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. એની સાથે રૂટીનમાં કસરત અથવા યોગની સાથે મૉર્નિંગ અથવા ઈવનિંગ વૉકને સામેલ કરવાનું હિતાવહ માનવામાં આવે છે. શરીરને તમે જેટલું સક્રિય રાખશો એટલું બીમારીઓ થવાના ચાન્સિસ ઓછા થશે.

