UK-USAમાં ધૂમ ખવાતી ફૂડ-આઇટમ્સ હવે દેશી ટ્વિસ્ટ સાથે મુંબઈગરાની પણ પસંદ બની રહી છે, કાંદિવલીનું મહાવીરનગર ફૂડ-લવર્સ માટેનું હૉટસ્પૉટ છે ત્યારે વર્લ્ડ પટેટો ડે નિમિત્તે બટાટાની યુનિક વાનગીઓ ટ્રાય કરવી હોય તો UFO પહોંચી જજો.
સ્પેસશિપ આકારનાં બર્ગર અને યુનિક જૅકેટ પટેટો ખાવા પહોંચી જાઓ મહાવીરનગર
કાંદિવલીનું મહાવીરનગર ફૂડ-લવર્સ માટેનું હૉટસ્પૉટ છે ત્યારે વર્લ્ડ પટેટો ડે નિમિત્તે બટાટાની યુનિક વાનગીઓ ટ્રાય કરવી હોય તો UFO પહોંચી જજો. અહીંનાં સ્પેસશિપ બર્ગર અને જૅકેટ પટેટો સોશ્યલ મીડિયા પર ફેમસ થઈ રહ્યાં છે.
ગુજરાતના જૂના અને જાણીતા ઊંચા ઓટલાવાળા શ્રીખંડની બ્રાન્ચ મુંબઈમાં આવી ત્યારે આ બિઝનેસ ચલાવી રહેલા શાહ ફૅમિલીના કૌશલ શાહે મુંબઈમાં ફૂડ-બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. દુકાનમાં જગ્યા હોવાને કારણે શરૂ કરાયેલું ફ્રેન્ચ ફ્રાઇઝ અને કૉર્નનું એક નાનું કાઉન્ટર આજે UFO એટલે કે ઊંચા ઓટલાવાળા ફૂડ ઑર્ગેનાઇઝેશન તરીકે ફેમસ થઈ ગયું છે. ૨૦૧૬માં શરૂ થયેલા કૅફેનાં પંચાવન આઉટલેટ્સ છે. ફાઉન્ડર કૌશલ શાહ કહે છે, ‘જૅકેટ પટેટો બનાવવાની રીત થોડી ટાઇમ-કન્ઝ્યુમિંગ છે. એમાં બટાટાને ૩૫૦ ડિગ્રી પર બેક કરવામાં આવે છે અને પછી એમાં બટર, મોઝરેલા ચીઝ, ચેડર ચીઝ, ઑલિવ્સ અને સૉસ નાખીને બનાવવામાં આવે છે. UK-USAમાં જૅકેટ પટેટો બહુ ફેમસ છે. ત્યાંની ફૂડ-આઇટમને મારે અહીં લાવવી હતી. પટેટો જ્યાં સુધી ફ્રાય નથી કરતા ત્યાં સુધી એ હેલ્ધી છે.’
૨૦૧૬માં શરૂ થયેલા ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ફેમસ આ કેફેમાં પંચાવન જાતની ફ્રેન્ચ ફ્રાઇઝ, પચીસ પ્રકારનાં બર્ગર અને પંદરથી વધુ વરાઇટીનાં પટેટો ટ્વિસ્ટર્સ છે. એ જ જૈનમાં પણ છે. કાચાં કેળાંનાં ટ્વિસ્ટર્સ, બર્ગર્સ, રૅપ્સ છે. તાજેતરમાં સ્પેસશિપ બર્ગર શરૂ કર્યું છે. એમાં બર્ગર થોડું સ્પેસશિપ જેવું દેખાય છે. એ બધી સાઇડથી સીલ્ડ હોય છે. અહીં વૉલ્કેનિક બર્ગર પણ છે. એમાં બર્ગરમાં બે પૅટીસ આવે. એક બટેટાની અને એક ચીઝની. જેમ બાઇટ લો એટલે ચીઝ વૉલ્કેનોની જેમ બહાર પડે. આ બર્ગરમાં ૧૦૦ ગ્રામની આસપાસ ચીઝ હોય છે એટલે એક બર્ગરમાં લંચ કે ડિનર થઈ જાય. જૅકેટ પટેટો ભારતમાં બહુ ઓછા લોકો બનાવે છે, કારણ કે એની પ્રોસેસ બહુ લાંબી છે. ટ્વિસ્ટર્સ પણ ૧૫ ઇંચ લાંબાં હોય છે. એનું એક બટેટું ૪૦૦ ગ્રામનું હોય છે. એના માટે રસેટ બટાટા ગુજરાતથી આવે છે. આ બટાટા લાંબા અને મોટા હોય એટલે ટ્વિસ્ટર મોટું બને.
ફ્રેન્ચ ફ્રાઇઝમાં એલિયન ફ્રાઇઝ છે. એમાં પેરીપેરી, સ્વીટ ચિલી, ઍલપીનો ચીઝ, વાઇટ ચીઝ નાખવામાં આવે. એલિયન જેમ યુનિક હોય એમ આ ફ્રાઇઝ પણ બહુ યુનિક આવે છે. જૅકેટ પટેટોમાં પાંચ વરાઇટી છે. ચીઝ બીન્સ સ્પડ, સાલ્સા ફ્લાઇટ સ્પડ અને બૉમ્બે સ્પાઇસ સ્પડ છે. એક જૅકેટ પટેટો ૫૦૦ ગ્રામથી વધુ વજનનું બને.
ક્યાં મળશે? : UFO ફ્રાઇઝ ઍન્ડ કૉર્ન, ૩૪, રાજ આર્કેડ, મહાવીરનગર, ડી માર્ટની સામે, કાંદિવલી-વેસ્ટ
