શિયાળાની સીઝનમાં કુમળી જુવાર એટલે કે પોંક ખાવાની મજા જ જુદી છે.
પોંકનાં પકવાન
શિયાળાની સીઝનમાં કુમળી જુવાર એટલે કે પોંક ખાવાની મજા જ જુદી છે. જોકે હવે પોંક ભેળ, પોંક પકોડાને બદલે કંઈક નવું ટ્રાય કરવું હોય તો થોડીક હટકે કહી શકાય એવી અને છતાં હેલ્ધી ચીજો તમને મળી શકે છે
બાબુલનાથ પાસે આવેલી ઑથેન્ટિક ગુજરાતી ખાણું પીરસતી સોમ રેસ્ટોરાંમાં. અહીં પોંક ભેળ, વડાં તો મળે જ છે સાથે પોંક-પૂરી ચાટ, મખાણા-પોંક ખીર અને પોંક અને મેથી મૂઠિયાનું શાક અને પોંક મકાઈ ખીચું જેવી ચીજો પણ મળે છે. સાદો પોંક ખાવો હોય તો એ પણ મળે છે જે ત્રણ ટાઇપની સેવ સાથે પીરસવામાં આવે છે. અમે અહીંની પોંક પૂરી ચાટ ટ્રાય કરી હતી. પૂરી પર વઘારેલા બટાટાનું પૂરણ અને એક-બે ચટણીઓ હતી. જોકે એની પર છેલ્લે ગ્રીન ગાર્લિક સૉલ્ટ છાંટવામાં આવેલું જેનાથી પૂરી મોંમાં મૂકતાંની સાથે જ અંદર સ્વાદનો ફુવારો ઊડે છે. મેથી મૂઠિયાના શાકમાં કુમળી પોંકના દાણા શાકને વધુ હેલ્ધી બનાવે છે અને શાક ચાવવાની મજા આવે એવું છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : સોમ, બાબુલનાથ