Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પર્યુષણ સ્પેશ્યલ રેસિપી : હર્બ્ડ પનીર

પર્યુષણ સ્પેશ્યલ રેસિપી : હર્બ્ડ પનીર

Published : 09 September, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૂધ અને દહીંમાંથી ઘરે બનાવેલા પનીરને ચિલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને તલ સાથે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને બનાવો સ્વાદિષ્ટ ચિલી-હર્બ પનીર.

હર્બ્ડ પનીર

હર્બ્ડ પનીર


સામગ્રી : ૧ લીટર દૂધ, એકથી ૨ મોટી ચમચી દહીં, ૧ મોટી ચમચી ચિલી ફ્લેક્સ, ૧ નાની ચમચી મિક્સ હર્બ્સ, ૧ નાની ચમચી તેલ, ૧ નાની ચમચી તલ, સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત : ૧ લીટર દૂધને ગરમ કરવા મૂકો અને ઊભરો આવવા દો. દૂધમાં ઊભરો આવવાની તૈયારી હોય ત્યારે એમાં દહીં ઉમેરો (જેથી દૂધ ફાટીને છાણું અલગ પડી જાય). હવે એને ગાળી લો અને એમાં ½ મોટી ચમચી ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું અને મિક્સ હર્બ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને એક ડબ્બામાં અથવા પ્લેટમાં કાઢી લો. એના પર કોઈ વજનદાર વસ્તુ મૂકીને દબાવો અને એકથી બે કલાક માટે સેટ થવા દો. પનીર બરાબર જામી જાય એટલે એને નાના ટુકડા (ક્યુબ્સ)માં કાપી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં તલ, બાકી રહેલા ½ મોટી ચમચી ચિલી ફ્લેક્સ અને સહેજ મીઠું ઉમેરો. એમાં પનીરના ટુકડા ઉમેરીને બન્ને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

-કરિશ્મા મહેતા


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK