Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજે વર્લ્ડ પટેટો ડેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે

આજે વર્લ્ડ પટેટો ડેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે

Published : 30 May, 2026 05:42 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આલૂપ્રેમીઓએ અચૂક ટ્રાય કરવા જેવી છે આ ૧૧ દેશી-વિદેશી વાનગીઓ

આજે વર્લ્ડ પટેટો ડેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે

આજે વર્લ્ડ પટેટો ડેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે


આલૂ હંડી ચાટ
આખા બટાટાને વચ્ચેથી કોતરીને નાની હાંડી જેવો આકાર આપવામાં આવે છે અને આ પટેટો કપની અંદર બાફેલા ચણા, કાંદા અને સ્પેશ્યલ ચાટ મસાલો અને ચટણી નાખીને પાણીપૂરીની જેમ ખવાય છે.
ક્યાં મળશે? : સાયનની ફેમસ ગુરુકૃપા હોટેલની નજીક મળશે
પ્રાઇસ : ૨૫ રૂપિયા

દિલ્હી સ્ટાઇલ ફ્રાઇડ આલૂ ચાટ
બટાટાના મોટા ટુકડાને તેલમાં ક્રિસ્પી ફ્રાય કરીને એમાં તીખી-મીઠી ચટણી, લીંબુ અને સ્પેશ્યલ મસાલો નખીને સર્વ થાય છે.
ક્યાં મળશે? : ઘાટકોપરની ખાઉગલી
પ્રાઇસ  : ૭૦થી ૧૨૦ રૂપિયા



આલુ ટૂક
અત્યંત લોકપ્રિય અને સ્વાદિષ્ટ સિંધી વાનગી રેગ્યુલર સાઇડ ડિશ તરીકે કઢી-ભાત અથવા દાળ-ભાત સાથે ખવાતી હોય છે. પહેલાં બટાટાના મોટા ટુકડા કાપી અધકચરા ફ્રાય કરીને ઠંડા થવા દેવામાં આવે અને પછી હાથથી પ્રેસ કરીને એને ચપટા કરવામાં આવે. સિંધી ભાષામાં પ્રેસ કરવાની આ ક્રિયાને ટૂક કહેવાય છે. ચપટા બટાટાને પાછા તેલમાં નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવામાં આવે છે અને સ્પેશ્યલ મસાલા નાખીને સર્વ થાય છે.
ક્યાં મળશે? :  ગુરુકૃપા, સાયન
પ્રાઇસ : ૮૦થી ૧૧૦ રૂપિયા


હની ચિલી પટેટો
જો તમને સ્વીટ અને સ્પાઇસી બન્ને ફ્લેવરનું કૉમ્બિનેશન ગમતું હોય તો આ ઇન્ડો-ચાઇનીઝ ડિશ ટ્રાય કરવા જેવી છે. આમાં બટાટાની ફિંગર્સને ક્રિસ્પી ફ્રાય કરીને એમાં મધ, ચિલી સૉસ, તલ અને સ્પ્રિંગ અન્યનની ગ્રેવીમાં સર્વ કરવામાં આવે છે.
ક્યાં મળશે? : પી. ભગત તારાચંદ ઉપરાંત મુંબઈના સારા ચાઇનીઝ કૅફેમાં આ વાનગી મળી રહેશે
પ્રાઇસ  : ૨૦૦થી ૩૦૦ રૂપિયા

આલૂ બોન્ડા
સાઉથ ઇન્ડિયામાં લોકપ્રિય નાસ્તો ગણાતા આલૂ બોન્ડા એક પ્રકારનાં બટાટાવડાં જ છે, પણ આલૂ બોન્ડા ખાસ અને યુનિક એટલા માટે છે કારણ કે એ નાળિયેર અને કોથમીરની ચટણી સાથે સર્વ થાય છે અને બટાટાના મસાલામાં કાંદા નાખવામાં આવે છે. એને ગરમાગરમ કૉફી સાથે પીરસાય છે.
ક્યાં મળશે? : માટુંગાના રામ આશ્રય, ચેમ્બુરના મણિઝ લંચ હોમ અને પવઈની ગીતા ફાસ્ટ ફૂડમાં.
પ્રાઇસ  : ૫૦થી ૧૧૦ રૂપિયા


પટેટો પોડિમસ
મૂળ રૂપે તામિલનાડુ અને કેરલમની આ રેસિપીને ઉરુલાઈ કિઝંગુ પોડિમસ પણ કહેવાય છે. બાફેલા બટાટાને મેશ કરીને રાઈ, અળદની દાળ, કડીપત્તાં, કાંદા અને નારિયેળનો વઘાર કરીને બનાવવામાં આવે છે. એને ગરમ ભાત અથવા સાંભાર રસમ સાથે પીરસવામાં આવે છે.
ક્યાં મળશે? : મુંબઈની અફૉર્ડેબલ ઉડુપી હોટેલમાં મળી જશે
પ્રાઇસ : ૬૦થી ૯૦ રૂપિયા

કાંગડા તવા આલૂ
હિમાચલી સ્ટાઇલના નાના પટેટો જેને બેબી પટેટો પણ કહેવાય છે એને લોખંડના તવા પર ધીમા તાપે મસાલા સાથે શેકી એમાં મસાલો નાખીને સર્વ થાય છે અને ગ્રેવી બનાવીને પણ પીરસાય છે.
ક્યાં મળશે? : બાંદરા-વેસ્ટમાં આવેલી તવા મિસ્ટરી અને ખારમાં આવેલા તવા હાઉસ જેવી રેસ્ટોરાંમાં 
પ્રાઇસ : ૧૦૦થી ૧૫૦ રૂપિયા

કાંગારૂ પટેટો સ્કૂપ્સ
મૂળ ઑસ્ટ્રેલિયાની આ વાનગી બટાટાની ટોકરી બનાવીને એને તળીને એના પર પીત્ઝા સીઝનિંગ નાખીને સર્વ કરવામાં આવે છે. આ મુંબઈની ઘણી કૅફેમાં પટેટો વેજિસના નામે પણ સર્વ થાય છે
ક્યાં મળશે? :  ટેસ્ટી બાઇટ્સ હૅન્ગઆઉટ કિચન, ખાર-વેસ્ટ
પ્રાઇસ  : ૮૦થી ૧૩૦ રૂપિયા

ચિઝી પટેટો સ્કિન
બટાટાના છાલવાળા ભાગને સહેજ જાડો કાપી, એને ફ્રાય કરીને એના પર મેલ્ટેડ ચીઝ નાખીને ગરમાગરમ સર્વ કરાય છે.
ક્યાં મળશે? : ફ્રાઇઝ ઍન્ડ મોર, મુલુંડ અને બોરીવલીની ખાઉગલીમાં 
પ્રાઇસ : ૧૨૦થી ૧૮૦ રૂપિયા

ઉલ્ટા વડાપાંઉ
આખા પાંઉની અંદર બટાટાનું મિશ્રણ ભરી, એને બેસનના લોટથી બનેલા મિશ્રણમાં ડુબાડીને આખું ફ્રાય કરવામાં આવે છે. નાશિકની આ પૉપ્યુલર આઇટમ મુંબઈમાં ઘણી જગ્યાએ મળે છે.
ક્યાં મળશે? : મલાડ અને કાંદિવલીમાં ઉલ્ટા વડાપાંઉની ઘણી શાખાઓ છે જ્યાં તેઓ ગરમાગરમ ઉલ્ટા વડાપાંઉ પીરસે છે.
પ્રાઇસ  : ૩૫થી ૫૦ રૂપિયા

ફુટ લૉન્ગ ફ્રેન્ચ ફ્રાઇઝ
મુંબઈમાં આ ફૂડ-આઇટમ બહુ ટ્રેન્ડ થઈ રહી છે. આ રેગ્યુલર ફ્રાઇઝ જેવી મશીનકટ નથી હોતી, પણ બટાટાના માવાને મશીન દ્વારા એક ફુટ લાંબો શેપ આપીને લાઇવ તળવામાં આવે છે. જુહુમાં ચીઝી એલેપીનો ફુટ લૉન્ગ ફ્રાઇઝ બહુ પૉપ્યુલર છે. 
ક્યાં મળશે? : જુહુ ઉપરાંત ઘાટકોપરની ખાઉગલીના ફ્રાઇઝ સ્ટૉલ, કાલા ઘોડા અને બાંદરા જેવા એરિયામાં આ યુનિક ફ્રાઇઝનો એક્સ્પીરિયન્સ કરવા જેવો છે.
પ્રાઇસ  : ૧૩૦થી ૧૮૦ રૂપિયા

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 05:42 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK