હેર-ઍક્સેસરીઝનું ફૅશનની દુનિયામાં એક મહત્ત્વનું સ્થાન રહ્યું છે. એક સાધારણ હેરસ્ટાઇલમાં ચાર ચાંદ લગ જાએ જો યોગ્ય હેર-ઍક્સેસરીઝનો ઉપયોગ કરવામાં આવે. એમાં પણ આજકાલ હેર-ઍક્સેસરીઝમાં ટ્યુલિપના ફૂલની બોલબાલા વધી છે
ટ્યુલિપની હેર-ઍક્સેસરીઝ
ટ્યુલિપની હેર-ઍક્સેસરીઝ આજકાલ ફૅશનની દુનિયામાં એક નવો ટ્રેન્ડ સેટ કરી રહી છે. ટ્યુલિપના ફૂલની સુંદરતા હવે હેર ઍક્સેસરીઝમાં ઊતરી છે. ટ્યુલિપ હેડબૅન્ડ, ટ્યુલિપ હેર બો, ટ્યુલિપ હેર ક્લો ક્લિપ, ટ્યુલિપ હેર ક્લિપ, ટ્યુલિપ હેર સ્ક્રન્ચી જે જોઈએ એ હેર-ઍક્સેસરીઝ તમને ટ્યુલિપની ડિઝાઇનમાં મળી જશે.
ટ્યુલિપ હેર-ઍક્સેસરીઝની પૉપ્યુલરિટીનું સૌથી મોટું કારણ ઍસ્થેટિક ફૅશનથી જોડાયેલું છે. આજકાલ લોકો કુદરતથી પ્રેરિત ઍક્સેસરીઝને વધુ પસંદ કરી રહ્યા છે. ટ્યુલિપ હેર-ઍક્સેસરીઝ ફક્ત એક ફૅશન ટ્રેન્ડ નથી પણ એ તમારી પર્સનાલિટીમાં એક સૉફ્ટ અને ગ્રેસફુલ ટચ ઍડ કરવાની એક રીત છે. આની ટાઇમલેસ ડિઝાઇન કયારેય જૂની નથી થતી.
ADVERTISEMENT
ટ્યુલિપ હેર-ઍક્સેસરીઝ રંગો અને ડિઝાઇનમાં વિવિધતા પૂરી પાડે છે. ટ્યુલિપ હેર-ઍક્સેસરીઝમાં પેસ્ટલ શેડ્સ જેમ કે બેબી પિન્ક, પીચ, લૅવેન્ડર, મિન્ટ ગ્રીન જેવા રંગ ટ્રેન્ડમાં છે. ડિઝાઇનની વાત કરીએ તો તમને એમાં મિનિમલિસ્ટિક ડિઝાઇનથી લઈને ડીટેલ્ડ ડિઝાઇનની વરાઇટી મળી જશે. મિનિમલિસ્ટિકમાં ફક્ત એક ફૂલ અથવા તો ઘણી વાર એની સાથે દાંડીની ડિઝાઇન હોય છે, જ્યારે ડીટેલ્ડમાં એક અસલી ટ્યુલિપના ફૂલની જેમ ડિઝાઇન હોય છે જેમાં પાંદડીઓ, દાંડી, પાન બધું જ સાફ-સાફ નજરે ચડે. આ ટ્યુલિપની હેર-ઍક્સેસરીઝ હાઈ ક્વાલિટી પ્લાસ્ટિક, મેટલ અને ફૅબ્રિકમાં ઉપલબ્ધ છે.
તમે તમારી બોરિંગ હેરસ્ટાઇલને અમુક સેકન્ડમાં જ બદલવા ઇચ્છતા હો તો એક સુંદર ટ્યુલિપની ક્લિપ તમારા ક્લેક્શનમાં જરૂર હોવી જોઈએ. ટ્યુલિપની હેર-ઍક્સેસરીઝ ફક્ત દેખાવમાં જ સુંદર નથી લાગતી, પણ દરેક પ્રકારની હેરસ્ટાઇલ સાથે સારી રીતે ફિટ થઈ જાય છે એટલે ડેઇલી વેઅર માટે પણ એ ખૂબ આરામદાયક છે.


