Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બન કે તિતલી દિલ ઉડા: બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સ સમર ફૅશનમાં બની રહ્યાં છે હૉટ ફેવરિટ

બન કે તિતલી દિલ ઉડા: બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સ સમર ફૅશનમાં બની રહ્યાં છે હૉટ ફેવરિટ

Published : 13 April, 2026 05:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑમ્બ્રે એટલે કે એક કલરમાંથી બીજા કલરમાં મિક્સ થતું શેડિંગવાળું ગૂંથણકામ અત્યારે ઇન-થિંગ છે. ખાસ કરીને પતંગિયાની પાંખોમાં જોવા મળતા કુદરતી રંગો જેવા કે લૅવન્ડર, ટીલ અને સનસેટ ઑરેન્જ કલરનાં કૉમ્બિનેશન ખૂબ જ પૉપ્યુલર છે.

બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સ સમર ફૅશનમાં બની રહ્યાં છે હૉટ ફેવરિટ

બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સ સમર ફૅશનમાં બની રહ્યાં છે હૉટ ફેવરિટ


આ વાંચીને તમને લાગશે કે ભરઉનાળે કાર્ડિગન્સ કોણ પહેરે? જોકે હકીકતમાં આ કોઈ શિયાળુ સ્વેટર નથી. બ્રીધેબલ કૉટન થ્રેડ અને ક્રોશે વર્કથી તૈયાર થયેલાં આ કાર્ડિગન્સ ખાસ ઉનાળા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. એ દેખાવમાં જેટલાં ક્યુટ છે પહેરવામાં પણ એટલાં જ કમ્ફર્ટેબલ છે. જો તમે પણ સમર સીઝનમાં તિતલી વાઇબ્સ ફીલ કરવા માગતા હો તો આ આર્ટિકલ તમારા માટે છે

ગરમીની સીઝનમાં આપણે સામાન્ય રીતે હળવાં ફૂલ કૉટનનાં કપડાં પહેરવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. જોકે આ વખતે ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય કે પિન્ટેરેસ્ટ બોર્ડ્સ દરેક જગ્યાએ બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સ હૉટ ફેવરિટ બની ગયાં છે. પતંગિયા જેવી આકર્ષક પાંખો અને વાઇબ્રન્ટ કલર્સ ધરાવતાં આ કાર્ડિગન્સ ટીનેજર્સ અને યુવતીઓમાં બહુ પૉપ્યુલર થઈ રહ્યાં છે.



શા માટે છે ટૉક ઑફ ધ ટાઉન?


બટરફ્લાય શેપનાં કાર્ડિગન્સની સૌથી મહત્ત્વની ખાસિયત એની બનાવટ છે. એની સ્લીવ્ઝ એ રીતે ગૂંથવામાં આવે છે કે જ્યારે તમે પહેરીને હાથ ફેલાવો ત્યારે પતંગિયાની પાંખો જેવો આભાસ થાય છે. પીઠના ભાગે બટરફ્લાય મોટિફ આખા આઉટફિટને ડ્રીમી અને આર્ટિસ્ટિક લુક આપે છે. આ આઉટફિટ તમારી પર્સનાલિટીને વધુ ફ્રી-સ્પિરિટેડ બનાવે છે. કલર પૅલેટની વાત કરીએ તો લૅવન્ડર, મિન્ટ ગ્રીન, બેબી પિન્ક અને લેમન યલો જેવા કલર્સ વધુ ડિમાન્ડમાં છે. જોકે જેમને થોડો બોલ્ડ લુક ગમતો હોય તેઓ નિયોન શેડ્સ પણ પસંદ કરી રહ્યા છે.

ડિઝાઇન અને પૅટર્નની વરાઇટી


અત્યારે સૌથી વધુ ટ્રેન્ડિંગ ડિઝાઇન એ છે જેમાં આખા કાર્ડિગન પર નાનાં-નાનાં 3D પતંગિયાં ગૂંથવામાં આવ્યાં હોય અથવા ઉપરથી ટાંકવામાં આવ્યાં હોય. તમે જ્યારે ચાલો ત્યારે આ પતંગિયાં હવામાં લહેરાતાં હોય એવો આભાસ થાય છે જે આખા લુકને ક્યુટ અને ફેરીટેલ જેવો બનાવે છે.

રેટ્રો લુક પસંદ કરનારાઓ માટે ગ્રૅની સ્ક્વેર ડિઝાઇન બેસ્ટ છે. એમાં અલગ-અલગ રંગના ચોરસ ટુકડાઓને જોડીને પતંગિયાનો આકાર આપવામાં આવે છે. આ ડિઝાઇન વિન્ટેજ વાઇબ્સ આપે છે અને હાથથી બનાવેલી હોવાથી વધુ પ્રીમિયમ લાગે છે. એ લાઇટ-વેઇટ હોય છે અને અંદર પહેરેલા ઇનર કે ટૉપનો કલર પણ બહાર દેખાય છે જે લેયરિંગમાં ખૂબ જ સુંદર લાગે છે.

ઑમ્બ્રે એટલે કે એક કલરમાંથી બીજા કલરમાં મિક્સ થતું શેડિંગવાળું ગૂંથણકામ અત્યારે ઇન-થિંગ છે. ખાસ કરીને પતંગિયાની પાંખોમાં જોવા મળતા કુદરતી રંગો જેવા કે લૅવન્ડર, ટીલ અને સનસેટ ઑરેન્જ કલરનાં કૉમ્બિનેશન ખૂબ જ પૉપ્યુલર છે.

પતંગિયાની પાંખોની નીચેના ભાગે લટકતા ટેસલ્સ કે ફ્રિન્જવાળી ડિઝાઇન બોહેમિયન લુક આપે છે. તમે જ્યારે ડાન્સ કરો કે હલચલ કરો ત્યારે આ લટકણ તમારા લુકમાં ગતિ ઉમેરે છે.


ગ્રૅની સ્ક્વેર ડિઝાઇન અને 3D બટરફ્લાય પૅટર્ન

આઉટફિટ કૉમ્બિનેશન

આ કાર્ડિગન્સ મોટા ભાગે ક્રોપ લેન્થનાં હોય છે. તેથી એને હાઈ-વેસ્ટેડ વાઇડ-લેગ જીન્સ, મૉમ જીન્સ કે ફ્લેયર્ડ પૅન્ટ્સ સાથે પહેરવાં જોઈએ. એનાથી તમારા શરીરનું પ્રપોર્શન જળવાઈ રહેશે અને કમરનો ભાગ સ્લિમ દેખાશે.

જો તમારી પાસે કોઈ પ્લેન સૅટિન કે કૉટનનો સ્લિપ ડ્રેસ છે તો એના પર આ કાર્ડિગન લેયર કરો. આ એક ખૂબ જ એલિગન્ટ અને ફેમિનાઇન લુક આપશે.

જો કાર્ડિગનમાં આગળ બટન હોય તો એને બંધ કરીને ટૉપ તરીકે પહેરી શકાય. જો તમારે એને શ્રગની જેમ પહેરવું હોય તો અંદર કૉન્ટ્રાસ્ટ કલરનું સ્પઘેટી ઇનર કે બ્રેલેટ પહેરો.

બટરફ્લાય સ્લીવ્ઝ ઘણી પહોળી હોય છે એટલે એના પર બીજું કોઈ જૅકેટ પહેરવાની ભૂલ ન કરવી. આ કાર્ડિગન પોતે જ તમારા આઉટફિટને ચાર ચાંદ લગાવે છે.

 આ લુક સાથે પ્લૅટફૉર્મ હીલ્સ અથવા ચન્કી સ્નીકર્સ ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. જો તમે બીચ લુક ક્રીએટ કરી રહ્યા હો તો વોવન સૅન્ડલ્સ શ્રેષ્ઠ રહેશે.

શું ધ્યાન રાખવું?

ઉનાળા માટે લેતા હો તો ખાસ ચેક કરવું કે એ કૉટન થ્રેડમાંથી બનેલું હોય. સિન્થેટિક ઊન ગરમીમાં અકળામણ કરાવી શકે છે.

ક્રોશેટ વર્ક હોવાથી એ ક્યાંય ભરાઈ ન જાય એનું ધ્યાન રાખવું. ખાસ કરીને જ્વેલરી પહેરતી વખતે સાવધાની રાખવી.

કાર્ડિગન પોતે ઘણું આકર્ષક છે એટલે ઍક્સેસરીઝ ઓછી રાખવી. ગળામાં હેવી હાર પહેરવાને બદલે સુંદર ઇઅર-રિંગ્સ કે સ્ટાઇલિશ સનગ્લાસિસ પસંદ કરવાં.


ઑમ્બ્રે પૅટર્ન

કોને વધુ સૂટ થશે?

આ કાર્ડિગન્સ દરેક બૉડી ટાઇપ પર સારાં લાગે છે. ખાસ કરીને જે યુવતીઓના ખભા સાંકડા છે તેમને બટરફ્લાય સ્લીવ્ઝ સારો વૉલ્યુમ આપશે. જો તમે પ્લસ સાઇઝ હો તો ડાર્ક કલરનું અને થોડી ઓછી ફ્લેયરવાળી સ્લીવ્ઝ ધરાવતું કાર્ડિગન પસંદ કરવું. જેમને એક્સપરિમેન્ટલ અને બોહેમિયન સ્ટાઇલ ગમે છે તેમના માટે આ પર્ફેક્ટ મૅચ છે.

સ્ટાઇલ કઈ રીતે કરશો?

બટરફ્લાય કાર્ડિગન દેખાવમાં જેટલાં સુંદર છે એને સ્ટાઇલ કરતી વખતે એટલી જ સમજદારી રાખવી પડે છે, કારણ કે એનો શેપ ઘણો યુનિક હોય છે. અહીં કેટલીક ટિપ્સ છે જે તમને પિક્ચર પર્ફેક્ટ દેખાવામાં મદદ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK