Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માની ઇન્જરી અપડેટ: MI vs RCB મૅચમાં થયો હતો રિટાયર્ડ હર્ટ

રોહિત શર્માની ઇન્જરી અપડેટ: MI vs RCB મૅચમાં થયો હતો રિટાયર્ડ હર્ટ

Published : 13 April, 2026 06:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

૨૦૧૧થી રોહિત શર્મા સતત સોળમી IPL સીઝન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ માટે ચૅમ્પિયન્સ લીગ T20ની બે સીઝન પણ રમ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ની IPL ટ્રોફી જીતી હતી.

રોહિત શર્મા

રોહિત શર્મા


IPL 2026 ની ધમાકેદાર સાંજમાં ગઈ કાલ રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. આ મૅચ ભલે RCB જીતી ગયું હોય જોકે MI ના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયાની ચર્ચા થઈ હતી અને હવે શું તેની ઈજા ગંભીર છે? તે આગામી મૅચ રમશે? તેવી ચાહકોને ચિંતા છે.

રોહિત શર્મા MI વિરુદ્ધ RCB મૅચ દરમિયાન રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. MI 18 રનની મૅચ હારી ગયું હતું. જોકે રિટાયર્ડ હર્ટ થયેલા રોહિતને હેમસ્ટ્રિંગની સમસ્યા હોવાની શંકા હતી. રોહિત શર્માનું હવે સ્કૅન થશે અને રિપોર્ટ્સ બાદ જ બાકીના સિઝન માટે તેની ઉપલબ્ધતા નક્કી કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી પોસ્ટમાં લખ્યું છે કે “રોહિત શર્માના હેમસ્ટ્રિંગનું સ્કૅન કરાવવાનું છે, અને રિપોર્ટ આવ્યા પછી પંજાબ કિંગ્સ સામે તે મૅચ રમશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.”



રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં


૩૮ વર્ષના રોહિત શર્માએ હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં છે. વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં સ્પેશ્યલ કેક અને પોસ્ટર દ્વારા રોહિત શર્માને સન્માનિત કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૩૯ T20 મૅચમાં હાઇએસ્ટ ૬૨૬૭ રન ફટકારી ચૂક્યો છે. તેણે ટીમ માટે ૪૧ ફિફ્ટી અને બે સદી પણ ફટકારી છે.


તું એક શાનદાર અને મહાન માણસ છે. મેં તારી કૅપ્ટન્સીમાં જ ડેબ્યુ કર્યું. દરેક સમયે ફ્રેન્ડ્લી રહીને અમારું નેતૃત્વ કરવા બદલ આભાર. - મુંબઈનો વર્તમાન કૅપ્ટન હાર્દિક પંડ્યા

જો હું આ ટીમમાં ન હોત તો હું લીડરશિપ સ્કિલ શીખી શક્યો ન હોત. આ ટીમને કારણે મને કૅપ્ટન અને પ્લેયર તરીકે આગળ વધવામાં મદદ મળી. - રોહિત શર્મા

૨૦૧૧થી રોહિત શર્મા સતત સોળમી IPL સીઝન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ માટે ચૅમ્પિયન્સ લીગ T20ની બે સીઝન પણ રમ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ની IPL ટ્રોફી જીતી હતી. ૨૦૧૩માં તેના નેતૃત્વમાં ટીમે ચૅમ્પિયન્સ લીગ T20 પણ જીતી હતી. દિલ્હીમાં મૅચ રમવા પહોંચેલા મુંબઈ ઇન્ડિયન્સના રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરે ફૅન્સની ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના બન્ને પ્લેયર્સ દિલ્હીમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા એક નાનકડી રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. બહાર નીકળતી વખતે ભારતીય પ્લેયર્સ સાથે સેલ્ફી લેવા માટે ફૅન્સ વચ્ચે પડાપડી જોવા મળી હતી. બ્લુ ટોપીમાં રોહિત શર્મા અને વાઇટ ટોપીમાં શાર્દૂલ ઠાકુર જોવા મળ્યા હતા. તેઓ માંડ-માંડ ૧૦૦ જેટલા ફૅન્સની ભીડમાંથી પોતાની ગાડી સુધી પહોંચી શક્યા હતા. બન્નેના નજીકના મિત્રો અને સુરક્ષા-કર્મચારીઓએ પરિસ્થિતિને સંભાળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK