Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > જૉબ્ઝ અને કરિયર > RRB Recruitment 2024: ઈન્ડિયન રેલવેની 9000થી વધુ પદો પરની આ ભરતી વિશે જાણ્યું? ઝટ કરો અરજી

RRB Recruitment 2024: ઈન્ડિયન રેલવેની 9000થી વધુ પદો પરની આ ભરતી વિશે જાણ્યું? ઝટ કરો અરજી

Published : 10 March, 2024 04:45 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

RRB Recruitment 2024: રેલ્વે ભરતી બોર્ડે ટેકનિશિયનની કુલ 9144 જગ્યાઓ માટે એક મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. 

ઈન્ડિયન રેલવેની પ્રતીકાત્મક તસ્વીર

ઈન્ડિયન રેલવેની પ્રતીકાત્મક તસ્વીર


કી હાઇલાઇટ્સ

  1. છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 આપવામાં આવી છે
  2. ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે 1092 જગ્યાઓ ભરવામાં આવશે
  3. ટેકનિશિયન ગ્રેડ III માટે વય 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ

RRB Recruitment 2024: ભારતીય રેલ્વેમાં જે ઉમેદવારોને નોકરી કરવાની ઈચ્છા હોય તે લોકો માટે સારા સમાચાર સામે આવી ગયા છે. રેલ્વે ભરતી બોર્ડે ટેકનિશિયનની જગ્યાઓ માટે એક મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. 


અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે



આ ટેક્નિશિયનની જગ્યાઓ (RRB Recruitment 2024) માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકૃત વેબસાઇટ પર અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. જ્યારે કરેક્શન વિન્ડો 9મી એપ્રિલે ખુલશે અને 18મી એપ્રિલ 2024ના રોજ બંધ થશે.


કઈ કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે?

ભારતીય રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલ આ ભરતી પ્રક્રિયા (RRB Recruitment 2024) અંતર્ગત કુલ 9144 જગ્યાઓ ભરવામાં આવનાર છે. ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે 1092 જગ્યાઓ અને  ટેકનિશિયન ગ્રેડ IIIની જગ્યાઓ માટે કૂળ 8052 ભરતી કરવામાં આવનાર છે.


આ રીતે લેવામાં આવશે પરીક્ષા

ભરતી (RRB Recruitment 2024) માટેની પરીક્ષા કૂલ 1 કલાકની રહેશે અને દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કાપવામાં આવશે. વિષયોની વાત કરવામાં આવે તો ટેકનિશિયન CBT-1ની પરીક્ષા માટે ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ સંબંધિત કૂળ 75 પ્રશ્નો અપવાંઆ આવશે.

આ ભરતી પ્રક્રિયા માટે કેટલી અરજી ફી ચૂકવવાની રહેશે?

તમને જણાવી દઈએ કે આ ભરતી (RRB Recruitment 2024) માટે સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે SC/ST, ભૂતપૂર્વ સૈનિકો, PWBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ માત્ર 250 રૂપિયા ભરવાના રહે છે.

આટલી છે વય મર્યાદા

જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા (RRB Recruitment 2024)માં ભાગ લેવા માંગે છે તેઓએ ખાસ નોંધવું કે ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે અરજદારની ઉંમર 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ટેકનિશિયન ગ્રેડ III માટે વય 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને પણ સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

કઈ રીતે કરશો અરજી?

અરજી પ્રક્રિયા શરૂ કર્યા બાદ ઉમેદવારોએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પર જવાનું રહેશે. ત્યાં નેક્સ્ટ પેજ પર ભરતી વિભાગ સિલેકટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે તમારા ઝોનની બાજુમાં આપેલી લિંક પર જઈને અરજી કરી શકો છો. અરજી કરતા પહેલા નોંધણી કરો. નોંધણી થઈ જે એટલે અરજી ફોર્મ ભરી શકો છો. યોગ્ય ફી ચૂકવીને તમે અરજી કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 04:45 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK