આ દેશમાં જૉબ કરવા માટે મહારાષ્ટ્રના યુવકો માટે ઉત્સાહજનક સમાચાર છે.
મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકર
મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે ગઈ કાલે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં હું જર્મનીની મુલાકાત કરીને આવ્યો હતો. આ દેશમાં જૉબ કરવા માટે મહારાષ્ટ્રના યુવકો માટે ઉત્સાહજનક સમાચાર છે. જર્મનીએ ૪ લાખ પ્રશિક્ષિત યુવા કર્મચારીઓની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. આ દેશે ખાસ કરીને પહેલા બૅચમાં ૧૦,૦૦૦ આવા કર્મચારીઓની જરૂરિયાત હોવાનું કહ્યું છે. મહારાષ્ટ્રમાં અંદાજે ૭ લાખ પ્રશિક્ષિત કર્મચારી છે. આથી રાજ્યના કેટલાક યુવાઓ આ જૉબ મેળવવા પ્રયાસ કરશે તો તેમને અને તેમના પરિવારને લાભ થશે. અત્યારે વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતા છે એટલે વધુ માહિતી આપી શકાય એમ નથી.’