GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સહાયક પ્રોફેસરની જગ્યાઓની ભરતી માટે આ ભરતી શરૂ કરવામાં આવી છે.
GPSC Recruitment 2023
પ્રોફેસરની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી
- આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2023થી શરૂ થઈ
- લાયક ઉમેદવારોએ 01 જાન્યુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં અરજી કરવી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા જાહેરાત (GPSC Recruitment 2023) બહાર પાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સહાયક પ્રોફેસરની જગ્યાઓની ભરતી માટે આ ભરતી શરૂ કરવામાં આવી છે. દંત ચિકિત્સા, ઇમરજન્સી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી વગેરે વિવિધ શાખાઓમાં આ પદો માટે ભરતી કરવામાં આવનાર છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ (GPSC Recruitment 2023) માટે 01 જાન્યુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની રહેશે. તમને જણાવી દઇએ કે આ અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2023થી શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
આ તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?
વધારાની લાયકાતો સાથે ગ્રેજ્યુએશન, B.Tech સહિત ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ (GPSC Recruitment 2023) માટે અરજી કરી શકે છે. મામલતદાર, રાજ્ય કર નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર અને પેરામેડિકલની ખાલી જગ્યાઓ સહિતની વિવિધ જગ્યાઓ માટેના પાત્રતા માપદંડો જુદા જુદા છે.
ઉમેદવારને જે તે પોસ્ટ માટેના લાયકાત માપદંડોની વિગતો માટે સૂચના લિંક પર માહિતી મેળવવાની સલાહ આપવામાં આવે છે. કમિશન દ્વારા ભરતી માટેની વિગતવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેને સત્તાવાર વેબસાઇટ પર દર્શાવવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ પર શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી પ્રક્રિયા અને અન્ય સહિતની તમામ વિગતો આપવામાં આવી છે.
GPSC ભરતી 2023 માટેની પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?
સૌ પ્રથમવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. https://gpsc.gujarat.gov.in/ આ વેબસાઇટ પર તમામ વિગતો આપવામાં આવી છે. આ વેબસાઇટ પર જઈને હોમ પેજ પર સૂચના લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપેલ સૂચનાઓ વાંચો અને તમામ જરૂરી ઓળખપત્રો આપો. ઓળખપત્રો સબમિટ કરવામાં આવે ત્યારબાદ તમારે હોમ પેજ પરની લિંક પર પરીક્ષા ફી અને પાત્રતા સહિતની તમામ વિગતો ભરવાની છે.
ત્યારબાદ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આટલું કર્યા પછી ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લરવી જોઈએ.જો ઉમેદવાર લાયકાત માપદંડો અને અને રુચિ ધરાવે છે તો તેઓએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઓનલાઈન અરજી જ કરવાની રહેશે.
આ તમામ પોસ્ટ માટે ઉમેદવારોએ કેટલી ફી આપવાની છે?
જો જનરલ કેટેગરીના ઉમેદવારો (GPSC Recruitment 2023)ની વાત કરવામાં આવે તો રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક ચુકવવાના છે. જ્યારે ગુજરાત રાજ્યની અનામત શ્રેણીઓ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન તેમ્ જ પી.એચ. ઉમેદવારોએ ફી ભરવાની નથી. પણ અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.