અનપોઝ્ડમાં પાંચ ડિરેક્ટરની પાંચ સ્ટોરી એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થશે
એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થનારી ‘અનપોઝ્ડ’ ફિલ્મ એકચ્યુઅલી પાંચ ફિલ્મની એક ફિલ્મ છે, જે પાંચ ડિરેક્ટરોએ ડિરેક્ટ કરી છે. આ પાંચ ડિરેક્ટરમાં રાજ-ડીકે, નિખિલ અડવાણી, તનિષ્કા ચેટર્જી, નિત્યા મહેરા અને અવિનાશ અરુણનો સમાવેશ થાય છે તો આ પાંચ ફિલ્મમાં ગુલશન દેવેયા, સૈયામી ખેર, સુમિત વ્યાસ, રીચા ચઢ્ઢા, ઇશ્વક સિંહ, રિંકુ રાજગુરુ, અભિષેક બેનર્જી, રત્ના પાઠક-શાહ અને શાર્દૂલ ભારદ્વાજ છે.
‘અનપોઝ્ડ’ની પાંચ સ્ટોરીમાં આજના સમયની વાત કહેવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં કેવી રીતે જીવવું અને કેવા સંજોગો ઊભા થાય ત્યારે જીવનમાં કેવા નવા વિષ્ફોટ ઊભા થાય છે એના વિશે કહેવામાં આવ્યું છે.


