રીમા કાગતીની વેબ-સિરીઝમાં સોહમ શાહ પહેલી વાર ઇન્સ્પેક્ટર બનશે
સોહમ શાહ
‘તુંબડ’ જેવી ફિલ્મનો પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ‘બિગ બુલ’માં અભિષેક બચ્ચનને શૅરબજારમાં આંટી ચડાવી દેતો જોવા મળવાનો છે એ ડિરેક્ટર-ઍક્ટર સોહમ શાહે રીમા કાગતીની એક વેબ-સિરીઝ સાઇન કરી છે, જેમાં તે ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળશે. સોહમ પોતાની કરીઅરમાં પહેલી વખત ઇન્સ્પેક્ટર બનશે.
ક્રાઇમ-થ્રિલર એવી આ વેબ-સિરીઝ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી પ્રોડ્યુસ કરશે અને ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે. સોહમ શાહ અત્યારે પોતાના કૅરૅક્ટર માટે મુંબઈના અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં જઈને કૅરૅક્ટર સ્ટડી કરવાનું કામ કરે છે તો સાથોસાથ એ અલગ-અલગ ઇન્સ્પેક્ટરને મળીને તેની બોડી-લૅન્ગ્વેજ પણ સમજી રહ્યો છે. સોહમે કહ્યું કે ‘તેમની બોલચાલની રીતભાતથી માંડીને તેમની વાતચીતમાં આવતી દલીલો સુધ્ધાં હું નોટિસ કરું છું, જેથી કૅરૅક્ટર માટે એ કામ લાગે.’
ADVERTISEMENT
સોહમની આ વેબ-સિરીઝ ઑગસ્ટ સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.